રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા….
સામાન્ય રીતે સમાજમાં દરેક વ્યક્તિ પોતાના ઘરના જુના પુસ્તકો પસ્તીમા આપી દે છે..ત્યારે આ એક્સ આર્મી જનાબ ઝાકિર હુસેને એક નવી પહેલ કરી અને હિંમતનગર શહેરની જાણીતી સંસ્થા *સ્કોલર કેમ્પસમાં * પોતાના બાળકોના અભ્યાસ પુરો થયા પછી ના ઘણા બધા બે કાર્ટન ભરીને પુસ્તકોનું બાળકોને વિતરણ કર્યું છે. ઘણા લોકો પુસ્તકોનો ઉપયોગ કરીને પસ્તીમાં આપી દે છે.અને તે કોઈ યોગ્ય કામમાં આવતા નથી જો બાળકોને આપવામાં આવે તો તેનો યોગ્ય ઉપયોગ થાય તે માટે તેમને બાળકોને કામ લાગે અને આમાંથી ઇલ્મ હાંસિલ કરે તેવી તેમની ઇચ્છા છે.