પ્રધાનમઁત્રી ના જન્મદિવસ નિમિતે ” સ્વચ્છતાના ૭૫ દિવસ “કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા મહાઅભિયાન ની શુભ શરુઆત કરવામાં આવી હતી..

Sabarkantha

રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા….

આ કાર્યક્રમ દરમિયાન નગરના દરેક વોર્ડના દરેક બુથની સફાઈ કરવાનું well planned આયોજન આરોગ્ય સમિતીના ચેરમેન રાજુભાઈ દેસાઇ દ્વારા કરવામાં આવ્યુ હતુ..

આ કાર્યક્રમની શુભ શરુઆત વોર્ડ નંબર પાંચ (૫)માં આવેલું જોગણી માતાજીના મંદિરની આસપાસના વિસ્તારથી કરવામાં આવી હતી..

સફાઈ અભિયાનને અનુરૂપ જીલ્લા ભાજપના પ્રમુખ જે. ડી પટેલ સાહેબ, ધારાસભ્ય રાજેન્દ્ર સિંહ ચાવડા સાહેબ તથા જિલ્લા મહામંત્રી વિજયભાઈ પંડ્યાનું સારૂં એવું માર્ગદર્શન મળ્યું હતું..

ઐતિહાસિક ઘટના ના સાક્ષી રૂપે પ્રદેશ ઉપાધ્યક્ષ કૌશલ્યાકુંવર બા, શહેર સંગઠન પ્રમુખ શ્રી વાસુદેવભાઈ રાવલ, મહામંત્રી જયેશભાઈ કવિ, બંટીભાઈ મહેતા,નગરપાલિકા પ્રમુખ યતીનબેન,ઉપ પ્રમુખ અમૃતલાલ પુરોહિત, કારોબારી ચેરમેન શ્રી સાવનભાઈ દેસાઇ, આરોગ્ય ચેરમેન રાજુ દેસાઇ તથા સ્વચ્છ ભારત મિશન અભિયાન સમિતિના ચેરમેન જીનલબેન પટેલ તેમજ પાલિકા ના સૌ સદસ્યઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા .

સ્વચ્છતા સફાઈના પ્રસંગને અનુરૂપ સ્વચ્છ ભારત મિશન અભિયાન સમિતિના ચેરમેન જીનલબેન પટેલે નગરજનોને સ્વચ્છતા અંગે,કચરાના યોગ્ય નીકાલ અંગે સરળ અને સચોટ માહિતીથી માહિતગાર કર્યા હતાં તેમજ હાજર સૌને સ્વચ્છતાના શપથ લેવડાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *