સાબરકાંઠા : પ્રાંતિજનું ઐતિહાસિક ભાખરીયા તળાવમાં પાણી ભરવા લોક માંગ.

Sabarkantha
રિપોર્ટર: ઉમંગ રાવલ,સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ ઐતિહાસિક ભાખરીયા તળાવમાં પાણી ભરવામાં આવે તેવી ખેડૂતો સહિત નગરજનોની માંગ ઉઠવા પામી છે, ત્યારે બીજી તરફ પાલિકા જ પ્રાંતિજના આ ઐતિહાસિક તળાવને ગંદાકચરામા ફેરવી દેતા અડધા તળાવમાં ગંદકચરાના ઢગથી ઉભરાય છે. તો રાજ પરીવારના વંસદો પણ હાલતો તળાવની દૂરદશાને જોઇને દુખ વ્યક્ત કરી રહ્યા છે. પ્રાંતિજ ખાતે આવેલ ઐતિહાસિક ભાખરીયા તળાવમાં પાણી ભરવા ખેડૂતો તથા નગરજનો દ્વારા માંગ ઉઠવા પામી છે તો પ્રાંતિજના આ ઐતિહાસિક તળાવની સાથે પ્રાંતિજના ઐતિહાસિક ઉપર નજર કરીએ તો પ્રાંતિજની રાજધાનીની સ્થાપના સંવત-૧૫૧૫ માં ભાખરજી રાવના નામના રાજા દ્વારા કરવામાં આવી હતી. અને સંવત ૧૫૩૨ માં રાવ ભાખરજી એ પ્રાંતિજ મા એક તળાવ ખોલાવ્યું હતું અને તે તળાવ નું નામ પણ ભાખરજી ના નામ ઉપરથી ભાખરીયા તળાવ તરીકે પ્રખ્યાત છે અને આ આજે પણ મોજુદ છે, ત્યારે પ્રાંતિજ નગરપાલિકાને આ ઐતિહાસિક તળાવ જાણે ગમતુ ના હોય તેમ પાણી ભરાવવાને બદલે હાલતો આખા ગામનો ગંદકચરો અહીં ઠાલવવામાં આવે છે અને ગંદકચરો ઠલવી-ઠલવીને અડધુ તળાવ ગંદકચરાથી ઉભરાયુ છે, ત્યારે બીજી બાજુ આજુબાજુ આવેલા ખેડૂતો તથા નગરજનો દ્વારા આ ખાલી તળાવ ની દૂરદશા જોઇને તળાવ ભરવા માટે માંગ કરી રહ્યા છે, તો બીજી તરફ ખુદ પ્રાંતિજ નગરપાલિકા દ્વારા આ ઐતિહાસિક તળાવની જાળવણી શોભા ડેવલોપમેન્ટ કરવાને બદલે હાલતો તળાવમાં આખા ગામનો ગંદકચરો ઠાલવીને તળાવમાં ગંદકચરાના ઢગ કરતા દિવસે ને દિવસે તળાવ લુપ્ત થતું જોવા મળે છે. તો ભાખરીયા તળાવની દૂરદશા જોઇને ભાખરજીના વંસદો પણ હાલતો દુખ વ્યક્ત કરી રહ્યા છે, તેમજ આ ઐતિહાસિક તળાવમાં પાણી ભરવામા આવે તેવી તળાવના આજુબાજુ આવેલા ખેડૂતો તથા નગરજનો તળાવ પ્રેમીઓની હાલતો માગ કરી રહ્યા છે, ત્યારે નગરપાલિકાના મુખ્ય અધિકારી આકાશ ભાઇ પટેલ ને પ્રાંતિજના આ ઐતિહાસિક તળાવમાં કે તળાવમાં પાણી ભરાય તે બાબતે જરાય રસ નથી. તે તો હાલતો રોજનો હજારો ટન ગંદકચરો તવાળમાં ઠાલવીને ઐતિહાસિક તળાવને નકશામાંથી દુર કરવા માગતા હોય તેવું હાલ તો જણાઇ આવે છે ત્યારે ખેડૂતો નગરજનોની ભાખરીયા તળાવમાં પાણી ભરવાની માંગ પણ પૂર્ણ થશે કે કેમ એ તો હવે જોવું રહ્યું !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *