રિપોર્ટર :પ્રિતેશ દરજી પંચમહાલ
શહેરા ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ પાછલા પાંચ ટર્મથી સતત જીત મેળવીને તાલુકાના વિકાસમાં તેમનો મહત્વનો ફાળો રહેલો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળની રચના બાદ ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ ને વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષ તરીકેની વરણી થનાર હોવાથી ભાજપમાં અને પ્રજાજનોમાં ભારે ખૂશીની લહેર છવાઇ હતી.તાલુકા ભાજપ કાર્યાલય ખાતે જીલ્લા મહામંત્રી જીગ્નેશભાઈ પાઠક, તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલિયા, ભાજપ અગ્રણી ભૂપતસિંહ પટેલ, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ દુધાભાઈ બારીઆ,પી.ડી.સોલંકી, મહામંત્રી સંજયભાઈ બારીયા, તાલુકા પંચાયત પ્રમુખ રાયજી ભાઈ નાયક અને ઉપ પ્રમુખ ભારત સિંહ સોલંકી તેમજ માજી તાલુકા પંચાયત પ્રમુખ ઉષાબેન બારીયા સહિત ભાજપના તાલુકા પંચાયત સભ્ય, જિલ્લા પંચાયત સભ્યો તેમજ સરપંચો અને ભાજપ અગ્રણીઓ સહિત કાર્યકરો મોટી સંખ્યામાં એકત્રીત થયા હતા. ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડને વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષ તરીકે વરણી થનાર હોવાથી કાર્યાલય ખાતે ઉપસ્થિત ભાજપ અગ્રણીઓ અને કાર્યકરોએ એકબીજાને મીઠાઈ ખવડાવીને મોં મીઠું કરીને ખુશી વ્યક્ત કરી હતી.સાથે સોમવારના રોજ ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષ તરીકે વિધિવત રીતે જાહેરાત થયા બાદ વિધાનસભા મત વિસ્તારના અનેક ગામોમાં ભાજપ કાર્યકરો અને ગ્રામજનો દ્વારા ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવનાર છે. પંચમહાલ જિલ્લામાં વર્ષો બાદ પ્રથમ વખત વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષ તરીકે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની વરણી થનાર હોવાથી જિલ્લાવાસીઓમાં તેમજ ભાજપ કાર્યકરોમાં પણ ભારે ખૂશીની લહેર છવાઈ હતી….