રિપોર્ટર :સુરેશ રાણા, બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લો બનાસ નદી પર નિર્ભર હોવાથી ચોમાસા દરમિયાન બનાસકાંઠા વાશીઓ બનાસ નદીમાં પાણી ભરપૂર આવે તેવી રાહ જોતા હોય છે.જ્યારે ચોમાસુ-૨૦૨૧ દરમિયાન ઓગસ્ટ સુધી બનાસ નદીમાં પાણી ન હોવાથી લોકો તેમજ ખેડૂતો ચિંતિત થયા હતા.પરંતુ સપ્ટેમ્પરના અંત સુધીમાં તા:-૨૨/૦૯/૨૦૨૧ ના સવારે ૪ કલાકે ઉપરવાસ બનાસ નદીના ઉદગમસ્થાન રાજસ્થાનમાં ભારે વરસાદ પડવાથી બનાસ નદી બંને કાંઠે વહેતી થઈ હતી.બનાસ નદી માં પાણીની આવક થતા બનાસકાંઠા વાસીઓ મા ખુશીની લહેર જોવા મળી હતી. જ્યારે જુનિરોહ ગામ નજીક આવેલી બનાસ નદીનો ડ્રોન કેમેરા દ્વારા વિડિઓ સૂટ કરતા બનાસ નદી કુદરતના સુંદર નજારાના દ્રશ્યો નો અદભુત નજારો જોવા મળ્યો હતો. તેમજ સુંદર વનસ્પતિથી બનાસ નદી ભવ્ય સુંદર દેખાઇ રહી હતી…