રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ
કેશોદના આંબાવાડીમાં આવેલા પ્રમુખ પુજન એપાર્ટમેન્ટમાં વૈષ્ણવ દ્વારા સમુહ તપેલી મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વૈષ્ણવોએ વચનામૃતનો લાભ લીધો હતો.
કેશોદ શહેરમાં વૈષ્ણવ સંપ્રદાય દ્વારા આંબાવાડી વિસ્તારમાં આવેલા પ્રમુખ પુજન એપાર્ટમેન્ટમાં સમુહ તપેલી મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢ હવેલીના પુજયપાદ ગોસ્વામી ૧૦૮ નવનીતરાયજી મહારાજ તથા અંજનરાયજી મહારાજ પધાર્યા હતા. જેમનું મહીલાઓ દ્વારા રાસ તેમજ કળશધારી બાળાઓ દ્વારા સામૈયા તથા ફુલહાર અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રમુખ પુજન એપાર્ટમેન્ટના રહેવાસીઓ દ્વારા સમુહ તપેલીના આયોજનમાં જુનાગઢ હવેલી પુજયપાદ ગોસ્વામી ૧૦૮ નવનીતરાયજી મહારાજ તથા અંજનરાયજી મહારાજ દ્વારા વૈષણવોનો પ્રેમ દાનનો મહીમાં સહીત વચનામૃતનો લાભ વૈષ્ણવોએ લીધો હતો. બંને મહારાજઓનો વૈષ્ણવોએ દંડવત કરી વચનામૃત સાથે તપેલી મનોરથનો લાભ લીધો હતો. મનોરથ પુર્ણ થયા બાદ વૈષ્ણવોએ પ્રસાદીનો લાભ લીધો હતો પ્રમુખ પુજન એપાર્ટમેન્ટમાં સમુહ તપેલી મનોરથ ના આયોજન વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા