કેશોદ તાલુકા પંચાયત કચેરીનું મામલતદાર કચેરી પાછળ તાલુકા પંચાયત ભવન બનાવવા જગ્યા ફાળવવામાં આવી…

Junagadh

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ

કેશોદ શહેરમાં ચાલીસ વર્ષ જુની તાલુકા પંચાયત કચેરી શહેરથી ત્રણ કિલો મીટર દુર મામલતદાર કચેરીની પાછળ ૩૪૫૬ સ્કવેર મીટરમાં તાલુકા પંચાયત ભવનનું નવ નિર્માણ થશે તાંત્રીક વહીવટી મંજુરી પ્રક્રિયા ટુંક સમયમાં હાથ ધરવામાં આવશે
કેશોદ શહેરના ચાર ચોકથી બસ સ્ટેન્ડ રોડ જુના બસ સ્ટેશન પાસે આવેલી ચાલીસ વર્ષ જુની તાલુકા પંચાયત કચેરી નવી બનાવવા તંત્ર દ્વારા ઘણાં સમયથી રજુઆત કરવામાં આવતી હતી.જે તંત્રની રજુઆત બાબતે કલેકટર દ્વારા નવી તાલુકા પંચાયત કચેરી માટે કેશોદથી ત્રણ કિલો મીટર દુર ઉદ્યોગ નગરમાં મામલતદાર કચેરી પાછળ નવી તાલુકા પંચાયત ભવન માટે જગ્યાની ફાળવણી કરવામાં આવી છે. કેશોદની મામલતદાર કચેરી પાછળ ઉદ્યોગ નગર પ્લોટ નંબર દશ અને અગીયારમાં ૩૪૫૬ સ્કવેર મીટર જગ્યા ફાળવવામાં આવી છે. હાલ નવા તાલુકા પંચાયત ભવન માટે કબ્જા સોંપણી અને માપણીની કાર્યવાહી શરૂ છે. ટુંક સમયમાં તાંત્રિક તથા વહીવટી મંજુરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. કેશોદથી ત્રણ કિલો મીટર દુર ઉદ્યોગ નગરમાં મામલતદાર કચેરી ડે. કલેકટર કચેરી ડી.વાય.એસ.પી કચેરી સહીત આજુબાજુમાં હોય જ્યાં નજીકમાં તાલુકા પંચાયત ભવન બનશે ત્યારે કેશોદ તાલુકાના લોકોને નજીકમાં બધી કચેરીઓના કામકાજ માટેની સગવડતામાં વધારો થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *