રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
માંગરોળ ખાતે સાંજે ૫-૦૦ કલાકે બહારકોટ હરિકિર્તનાલય (ધૂન મંદિર) પર માંગરોળ માં વસતા જરૂરતમંદ પરિવારો ના બાળકો ને શેક્ષણિક કીટ જેમાં વોટરબેગ ચોપડા અને કમ્પાસ જેવી વસ્તુ જે મહાલક્ષ્મી સેવા ટ્રસ્ટ તરફ થી વિતરણ કરવા માં આવનાર છે,જે કીટ નું સંપૂર્ણ અનુદાન જેઠાલાલ લવચંદ શાહ પરિવાર તરફ થી મળ્યું હતું માંગરોળ સેવા સમિતિ તરફ થી બધાજ બાળકો ને બિસ્કિટ તથા નવા ચપલ નું વિતરણ કરવા માં આવેલ જેમાં ચપલ નું અનુદાન રોનક કંપની માંગરોળ બંદર ના રોહિતભાઈ ખેતલપાર તરફ થી મળેલું આ તકે આધ્યારૂ હોસ્પિટલ ના ટ્રસ્ટી મિહિરભાઈ વ્યાસ,વણિક અગ્રણી જેઠાભાઈ સુખડીયા, મહાલક્ષ્મી સેવા ટ્રસ્ટ પ્રમુખ પ્રો.ચાહવાલા સાહેબ,વંદેમાતરમ ગ્રુપ ના સુદીપભાઈ ગઢિયા, કિશોરસિંહ સરવૈયા ભાવેશભાઈ કોટડીયા તેમજ પત્રકાર મિત્રો દ્વારા વિતરણ સેવા માં ઉપસ્થિત રહેલા સરકારની ગાઈડલાઈન ને અનુસરી સોશિયલ ડિસ્ટન્સ અને હાથો નું સેનિટાઈઝન સહિત મિહિરભાઈ એ કોરોના સંદર્ભે શુ તકેદારી રાખવી તેની સરસ સમજ આપેલી પ્રો ચાહવાલા એ માંગરોળ માં શ્રી મહાલક્ષ્મી સેવા ટ્રસ્ટ દ્વારા ચાલતી અવિરત સેવા અને વિદ્યાર્થીઓ ને લોકડાઉન માં અભ્યાસ લક્ષી માર્ગદર્શન આપ્યું હતું.