રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા…
નરેન્દ્રસિંહ ગાંધી દ્વારા મોડાસા તાલુકાના ટીંટોઈ ગામની શ્રી.પી.એમ કોઠારી પી.પી.એમ.કોઠારી હાઈ ટીંટોઈ શાળા સંકુલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. હાઇસ્કુલ ખાતે અરવલ્લી જિલ્લાના અધિકારીઓ તથા ગામના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કે જેવો શ્રી.પી.એમ કોઠારી હાઇસ્કુલમાં અભ્યાસ કરી અલગ-અલગ શાખાઓમાં ઉચ્ચ અધિકારીઓ તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમનું શાળા પરિવાર તેમજ ગ્રામજનો અને ટીંટોઈ ગામના અગ્રણીઓ દ્વારા સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો..
સન્માન સમારોહમાં અરવલ્લી જિલ્લાના નવનિયુક્ત કલેકટર ડોક્ટર નરેન્દ્ર કુમાર મીના તેમજ જિલ્લાના અધિકારીઓ હાજર રહ્યા હતા. તથા ટીંટોઈ ગામના વતની અને અમદાવાદ ખાતે ક્રાઈમ બ્રાંચમાં ફરજ બજાવી રહેલા જાંબાઝ અને નિષ્ઠાવાન પોલીસ ઇન્સ્પેક્ટર એ.વાય બલોચ (યુનિયન હોમ મિનિસ્ટર મેડલ ફોર એક્સિલન્સ ઈન ઇન્વેસ્ટિગેશન) અને બીજા એવા ટીંટોઈ ગામના વતની અને શ્રી.પી.એમ કોઠારી હાઇસ્કુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી તથા સાબરકાંઠા એલ.સી.બી પી.આઇ તરીકે ફરજ બજાવી રહેલા જાબાજ તથા નિષ્ઠાવાન પી.આઈ મહિપતસિંહ ચંપાવતનું સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમમાં સ્કૂલના ગ્રામજનો વિદ્યાર્થીઓ અગ્રણીઓ શ્રી.પી.એમ કોઠારી હાઇસ્કુલના શિક્ષક ગણ તથા કારોબારી સભ્યો અને દાતાશ્રીઓ ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમને સુંદર રીતે સફળ બનાવ્યો હતો.