કેશોદ શહેર તાલુકા કોંગ્રેસ સમીતી દ્વારા કોવિડ૧૯ ન્યાય યાત્રા જન સંપર્ક કાર્યક્રમ યોજાયો.

Junagadh

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ

કોરોના કાળ દરમિયાન જે લોકો કોવિડ ૧૯ ના કારણે મૃત્યુ પામેલા હોય તે દરેક મૃતક દિઠ તેમના પરિવારને ચાર લાખનું વળતર આપવું કોવિડગ્રસ્ત તમામ દર્દીઓના તમામ મેડીકલ બિલના રકમની ચુકવણી સરકારી તંત્રની ઘોર નિષ્કરીયતાની ન્યાયીક તપાસ કોવિડથી મૃત્યુ પામેલા સરકારી કર્મચારીઓના સંતાન કે પરિવારજનો પૈકી એકને કાયમી સરકારી નોકરી આપવા સહીતની સરકાર પાસે માંગ કરવા કેશોદ શહેર કોંગ્રેસ સમીતી દ્વારા અજાબ જીલ્લા પંચાયત સીટના અગીયાર ગામોની માહીતી મેળવી સહાય મળે તે માટેના ફોર્મ ભરી સરકારમાં રજુઆત કરવામાં આવશે.
કોરોનાના કારણે અવસાન પામેલા માટે મૌન પાળી આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી હતી.
અજાબ જીલ્લા પંચાયત સીટના કોવિડ૧૯ ન્યાય યાત્રા જન સંપર્ક કાર્યક્રમમાં કેશોદ તાલુકાના ફાગળી, બડોદર, ચિત્રી, સાંગરસોલા, નોંજણવાવ ધ્રાબાવડ પ્રાંસલી, કરેણી, રાણીંગપરા, શેરગઢ, અજાબ સહીતના ગામોમાંથી માહીતી મેળવી હતી. અને એ સિવાયના કેશોદ તાલુકાના તમામ ગામોમાંથી માહીતી મેળવી સરકારમાં રજુઆત કરી વળતર ચુકવવાની માંગણી કરવામા આવશે. કોવિડ ન્યાય યાત્રા જન સંપર્કમાં કેશોદ શહેર અને તાલુકાના કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
રાણીંગપરા ગામે કોવિડ૧૯ ન્યાય યાત્રા જન સંપર્ક માટે કોંગ્રેસના હોદેદારોને રાણીંગપરા ગ્રામ પંચાયત સામાજીક ન્યાય સમિતિના અધ્યક્ષ હેમંત મહિડાએ રજૂઆતમાં જણાવ્યું હતું, કે રાણીંગપરા ગામે માનસિક દિવ્યાંગ અપંગ જે લોકો છે, તેઓને સરકાર તરફથી સહાય આપવામા આવે તેવી માંગ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *