રિપોર્ટર :શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા
હિંમતનગર તાલુકાના પેઢમાલા ગામે સોહમ ભગવતી મેલડી માતાજીના મંદિરે પરંપરાગત દર વર્ષની નવરાત્રીની નોમના દિવસે હોમ હવન કરવામાં આવે છે..
ત્યારે ગઈકાલે શાસ્ત્રી આશિષભાઈ મહેતા દ્વારા હોમ હવનની વિધિવત પૂજા અર્ચના કરવામાં આવી હતી.જેમાં યજમાન તરીકે ધુળાભાઈ કુબેરભાઈ સોલંકી એ ધર્મ લાભ લીધો હતો..
તેમજ મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહી માંના દર્શન કરી પ્રસાદી લઈ ધન્યતા અનુભવી હતી..
શક્તિ ધામ સેવા પરિવાર પેઢમાલા દ્વારા સુંદર આયોજન કરી પ્રોગ્રામ ને સફળ બનાવવામાં આવ્યો હતો.