રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી
જાફરાબાદ તાલુકાના ભાડા ગામમાં જે નવો રસ્તો બનાવવામાં આવ્યો છે. તે રસ્તા પરથી પસાર થવામાં ગ્રામ જનોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
ભાડા ગામમાં પુલ નો રસ્તો બનાવવામાં આવ્યો છે. તે રસ્તાની નીચે ભૂંગળા મૂકવામાં આવ્યા નથી. અને પુલની ઉપર ખંભા પણ લગાડવામાં આવ્યા નથી.તેથી ગ્રામનોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
ભાડા ગામના લોકોને 800 વીઘા જેટલી જમીન છે. અને તેનો રસ્તો આ પુલ પરથી પસાર થાય છે. વરસાદના સમયે રસ્તાની નીચે ભૂંગળા મુકેલા નથી.જેથી પાણી રસ્તા ઉપર ભરાવાને કારણે માલ ઢોર તેમજ ગ્રામ જનોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ભાડા ગ્રામ પંચાયતના સરપંચ તેમજ ગામના લોકોની માંગ છે. કે આ રસ્તાની નીચે ભુગળા તેમજ પુલ ઉપર ખંભા મૂકે તેવી સરકારને મીડિયા સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.
શેલણા થી ભાડા ગામનો નવો માર્ગ બન્યો છે. તેમા કોન્ટ્રેક્ટ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. ત્યારે અનેક વખત અકસ્માત સર્જાયા છે. રોડની બંને સાઇડમાં માટી કામ કર્યું નથી. નાળા ઉપર ખંભા પણ કર્યા નથી.તેના કારણે અનેક અકસ્માતો સર્જાય છે. ત્યારે ગામના લોકોને મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે.