રિપોર્ટર: મહેશ બારૈયા,અમરેલી
અમરેલી જિલ્લામાં અતિ વરસાદના કારણે ખેડૂતો ખેતરોમાં નુકશાન થયેલ સર્વે કરાવી રાહત પેકેજ ફાળવવા સેવા સહકારી મંડળીના પ્રમુખ રમેશભાઈ વસોયા એ કરને લેખિત રજૂઆત કરી વિનંતી કરી છે…
રાજુલા તાલુકાના જુની માંદરડી સેવા સહકારી મંડળી ના પ્રમુખ એ ખેડૂતો ના નિષ્ફળ ગયેલા પાકને સર્વે કરાવી સરકાર તાત્કાલિક સહાય આપે તેવી માંગ કરી છે તેમજ અતિવૃષ્ટિના કારણે સરકારે લીલા દુષ્કાળ જાહેર કરે.રાજુલા જાફરાબાદ પંથકમાં સતત ૪૫ દિવસથી વરસાદ વરસી રહ્યો છે ખેડૂતોની સ્થિતિ સ્થિતિ કફોડી બની છે.ખેડૂતો દેવામાં ડૂબી રહ્યા છે. ખેડૂતોને બચાવવા માટે ફક્ત એક જ ઉપાય રહ્યો છે.સરકાર તાત્કાલિક ધોરણે ખેડૂતોને સહાય કરે.તેમજ રાજુલા જાફરાબાદ તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તારમાં અતિભારે વરસાદ પડવાથી ખેડૂતોના ખેતરોમાં ગોઠણ સુધી પાણી ભરાયા છે તેથી તેમનો પાક જેવા કે કપાસ. મગફળી. બાજરી. મગ. સંપૂર્ણપણે નાશ થયો છે તેથી રમેશભાઈ એ ગુજરાતના કૃષિ મંત્રી આર.સી.ફળદુએ પત્ર પાઠવી રજૂઆત કરી છે.