અમરેલી : ગામના સરપંચ દ્વારા કોરોના વોરિયરને સન્માનપત્ર આપી સન્માનિત કરાયા

Amreli
રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી

કોરોનાવાયરસની મહામારી વચ્ચે કોરોના વોરિયર તરીકે રાત-દિવસ ફરજ બજાવી રહેલા ગોપાલ ગામના સરપંચ એવા હરેશભાઈ તેમજ મંત્રી મકવાણાભાઈ તેમજ પોલીસ તંત્રની કોરોના વોરિયર તરીકે શ્રેષ્ઠ કામગીરી કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડે છે. ત્યારે પત્રકાર તરીકે ગોપાલ ગામના યુવાન અને હોનહાર પત્રકાર શ્રી પ્રતાપ વાળાને પણ સન્માનિત કરી શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે આ તકે ગોપાલ ગામના સરપંચ દ્વારા મંત્રી તેમજ પોલીસ તંત્રને પણ સન્માનપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા ત્યારે ગોપાલ ગામના ડોક્ટર કિશોરભાઈ વરદોડીયા તેમજ ડોક્ટર વરૂણ અને ડોક્ટર વાળા સાહેબ પોલીસ જવાન ચંદુભાઈ તેમજ ડાભી ભાઈ તેમજ આંગણવાડીના બહેનો તેમજ આશાવર્કર બહેનો સન્માન પત્ર આપવામાં આવ્યું આ તમામને સન્માનિત કરી ગોપાલ ગ્રામ પંચાયત દ્વારા સન્માનપત્ર આપવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *