આ અફઘાન પિતાની વાત ટાઈમ્સ ઓફ લંડને તેના રિપોર્ટમાં કરી છે. આ રિપોર્ટ ન્યૂયોર્ક પોસ્ટે પણ પ્રસિદ્ધ કર્યો છે. આ પિતાનું નામ મીર નાજિર છે. 15 ઓગસ્ટ પહેલાં અફઘાન પોલીસમાં એક નાનો કર્મચારી હતો. તાલિબાનનું શાસન આવ્યા પછી તેની નોકરી જતી રહી. જે બચત હતી એ પણ પૂરી થઈ ગઈ. પરિવારમાં કુલ સાત લોકો છે. હવે આ બધી વ્યક્તિઓનું પેટ કઈ રીતે ભરશે ?
મીરે જણાવ્યું હતું કે એક દુકાનદાર મળ્યો. તેને પિતા બનવાનું સુખ નહોતું મળ્યું. તેણે મને ઓફર કરી કે તે મારી સાફિયાને ખરીદવા માગે છે. તે તેની દુકાન પર કામ પણ કરશે. ભવિષ્યમાં તેનું નસીબ સુધરી જાય એવું પણ બને. હું તો હવે પોલીસ કર્મચારીમાંથી મજૂર બની ગયો છે.
આ દુકાનદાર મારી છોકરીને 20 હજાર એટલે કે , (ઈન્ડિયન કરન્સીના હિસાબથી લગભગ 17 હજાર રૂપિયા)માં ખરીદવા માગે છે. નાજિર આ કહાનીને આગળ વધારે છે. કહે છે- સાફિય બાબતે મારી આ દુકાનદાર સાથે વાતચીત ચાલી રહી છે. શું હું તેને આપી શકીશ? બની શકે કે હું પૈસાથી મારા પરિવારને બચાલી લઉં. આ દુકાનદારે મને વાયદો કર્યો છે કે જો હું ભવિષ્યમાં તેના પૈસા આપી દઈશ તો તે મને મારી દીકરી પરત કરશે. દેશમાં હવે યુદ્ધ પૂરું થઈ ગયું છે. જોકે ગરીબી અને ભૂખમરો નવા દુશમન છે.
આટલી ઓછી કિંમતે છોકરીને વેચીને શું કરશે ? તેમને દુકાનદાર પાસેથી 50 હજાર, (ભારતીય મુદ્રામાં લગભગ 43 હજાર રૂપિયા) માગ્યા છે.