રિપોર્ટર: પ્રિતેશ દરજી,શહેરા
કોરોના દર્દી રવિવારની રાત્રી એ પોતાના વતન મહેસાણા ખાતે ગયો હતો ત્યાં ખાનગી હોસ્પિટલમાં તેમનો કોરોના નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો
વીજ કચેરીના ડેપ્યુટી ઇજનેર અને જુનિયર આસિસન્ટ મીટર રીડર સહિતનો સ્ટાફ તેમના સંપર્કમાં હતો
તાલુકાની મુખ્ય વીજ કચેરીમાં કોરોના નો કેસ પોઝિટિવ આવતા વીજ કચેરીના સ્ટાફમાં ફફડાટ
શહેરા તાલુકામાં કોરોના ના અત્યાર સુધીમાં નવ કેસો નોંધાયા જેમાં સાત સાજા થયા અને એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જ્યારે એક કોરોના દર્દી સારવાર હેઠળ..
શહેરા તાલુકા ની મુખ્ય એમ.જી.વી.સી.એલ કચેરીમા ફરજ બજાવતા જુનિયર ક્લાર્કનો કોરોના રિપોર્ટ રવિવારની સાંજે પોઝીટીવ આવતા તેમના સર્પકમા આવેલ વીજ કર્મીઓમા ફફડાટ ફેલાયો છે.આ જુનીયર કલાર્ક પોતાના વતન ને બુધવારની રાત્રીએ મહેસાણા ખાતે ગયા હતા. ત્યાં તેમની તબીયત લથડતા ખાનગી હોસ્પિટલમા સારવાર માટે દાખલ થયા હતા. તે દરમિયાન કોરોના નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા વીજ કચેરી ખાતે ફરજ બજાવતા ડેપ્યુટી ઇજનેર સહિત તમામ સ્ટાફ ના મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે.
શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમા કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો હતો.ત્યારે તાલુકાની મૂખ્ય એમ.જી.વી.સી.એલ કચેરીમાં જૂનિયર કલાર્ક તરીકે ફરજ બજાવતા તુષારભાઈ પટેલનો કોરોનાનો રિર્પોટ પોઝીટીવ આવ્યો હતો.આ કોરોનાના દર્દી ૮-૭-૨૦ની રાત્રીએ મહેસાણા ખાતે પરીવાર સાથે ગયા હતા અને ત્યા તબિયત બગડતા તેઓએ ખાનગી હોસ્પિટલમા સારવાર અર્થે દાખલ થતા તબીબને કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા.હોસ્પિટલમાં તુષાર પટેલનો કોવિડ ૧૯ માટે સેમ્પલ લેવામા આવતા તેમનો રવિવારની સાંજે રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.જેને લઈને એમ.જી.વી.સી.એલ ની કચેરી ખાતે તેમના સંર્પકમા આવેલ ડેપ્યુટી ઈજનેર અને જુનીયર આસિસ્ટન્ટ મીટર રીડર સહિત ૧૫થી વધુ કર્મીઓના આરોગ્ય વિભાગના અધિકારી ભરતકુમાર ગઢવીની ટીમ દ્રારા મેડીકલ તપાસ હાથ ધરવામા આવી હતી.જ્યારે નગરપાલિકા દ્વારા પણ વીજકચેરીને સેનેટાઈઝ કરવા સાથે દવાનો છંટકાવ કરવામા આવ્યો હતો.મહત્વનુ છેકે વીજકચેરી ખાતે કોરોનાના દર્દી તુષાર પટેલ પાછલા કેટલાક સમયથી ફરજ બજાવી રહ્યા હતા.ત્યારે તેમના સંર્પકમા અન્ય કર્મચારીઓ પણ આવ્યા હશે.ત્યારે કોરોનાનુ સંક્રમણ વધે નહી તે માટે આરોગ્ય વિભાગ સહિતના સંબધિત તંત્ર દ્રારા સમગ્ર વીજ વિભાગની કચેરીને કોરોન્ટાઇન કરવામા આવે તે અંત્યંત જરૂરી છે. કોરોનાના કહેર વચ્ચે તાલુકામા અત્યાર સુધીમાં કુલ ૯ જેટલા કોરોનાના કેસો નોધાયા છે.જેમા ૭ કોરોના દર્દી સાજા થયા છે.જ્યારે એકદર્દી સારવાર હેઠળ હોવા સાથે એક કોરોના દર્દીનુ સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ.