અમરેલી જિલ્લાના જાફરાબાદના માછીમારોની દશા ફરી કફોડી બની….

Amreli

રિપોર્ટર : ભૂપત સાંખટ :-અમરેલી

કોરોના નું કાળચક્ર ફરતા માછીમારોની સ્થિતી ડામાડોળ બની ગઈ હતી.ત્યારે તાઉતે વાવાઝોડા એ માછીમારોની કમર ભાંગી નાખી હતી ને બોટો ને નુકશાન સાથે વાવાઝોડામાં કરોડો રૂપિયાની નુકશાનની સહન કરેલા માછીમારોને સમયસર સરકાર દ્વારા માછીમારોને રાહત પેકેજ જાહેર ન કરવામાં આવ્યા હોત તો માછીમારોને થયેલી નુકસાની માંથી બહાર આવતા વર્ષો નિકળી જાત પરંતુ સરકાર દ્વારા મળેલી સહાયતા અને ઉછીના તેમજ વ્યાજે થી રૂપિયા લઈ સરકાર દ્વારા ૧/૯ થી માછીમારી કરવા માટે પરવાનગી આપી એટલે દરીયા દેવને પ્રાર્થના કરી માછીમારી શરુ કરી હતી. જાફરાબાદ, રાજપરા, નવાબંદર, શિયાળ બેટ સહીતના ચાર બંદરો માં ” બુબલા” મચ્છીની ફીસીગ વધુ કરવામાં આવે છે. આ બુબલા મચ્છી દુર દુર સુધી દરીયામા ફીસીગ કરી બંદરોમાં લાવીને તેને સુકવીને બંડલો બનાવી ને માર્કેટ માં વેચાણ કરવામાં આવે છે. પરંતુ આ મચ્છી ને ૩ થી ૪ દિવસ સુકવીને તૈયાર કરવામાં આવે છે.

આ દરમિયાન વરસાદ પડે એટલે તેમાં જીવાત થાય છે. તેથી તેને દરિયામાં ફેંકી દેવામાં આવતી હોય ત્યારે કોસ્ટલબેલ્ટ પંથકમાં છેલ્લા ધણા દિવસથી વરસાદ શરૂ છે. એટલે લાખો રૂપિયાનો ખર્ચ કરીને લાવવામાં આવેલા બુબલા મચ્છી ફેંકી દેવાની નોબત માછીમારોને આવી છે. સરકાર દ્વારા માછીમારો માટે વિકાસ ની ઘણી યોજનાઓ અમલમાં મૂકી છે. તેમાં અમારા મત્સ્યોધ્યોગ મંત્રી જવાહરલાલ ચાવડા દ્વારા માછીમારોના વિકાસની યોજના બનાવવામાં આવી છે. જેનાથી માછીમારોમા ખુશી છે. હાલમાં જ વેટ રીફંડની યોજનાને ગેસ કનેક્શનની જેમ ઓનલાઇન કરવામાં આવ્યા છે. જેનાથી માછીમારો ખુબ ખુશ છે. પરંતુ કુદરતે છેલ્લા ૩ વર્ષ થી માછીમારીના ધંધા રોજગાર ભાંગી નાખી માછીમારોને લેણાં માં ઉતરી દિધા છે. ડિઝલના ભાવ આસમાને પહોંચ્યા છે. જેનાથી આવતા દિવસોમાં માછીમારી નો ધંધો કરવો ખુબજ કઠીન છે. સરકાર દ્વારા આ ચાર બંદરો માટે વિચાર કરી અલગ યોજના બનાવવામાં આવે તેવી માછીમારોની માંગ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *