અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં પોતાના વતન આવેલા લોકોને કોરોના સંક્રમણથી બચવા યોગ્ય સલાહ આપવામાં આવી

Amreli Corona Latest
રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વાવેરા ગામના લોકો અમદાવાદ તેમજ સુરતમાં ફસાયેલા લોકોને પરત આવવાની કલેકટર શ્રી દ્વારા પરવાનગી આપવા માં આવી.


અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વાવેરા ગામમા આજરોજ વાવેરા PHC કેન્દ્રના FHW દ્વારા બહારથી આવેલા લોકોને હોમકોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. સમગ્ર ભારત દેશ જયારે કોરોના વાઇરસ જેવી બીમારીથી ચિંતાતુર છે ત્યારે આપણાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૧૭ મે સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે. તે અપીલને માન આપીને વાવેરા ગામનાં સર્વ ગ્રામજનો દ્વારા શ્રી વડાપ્રધાનના નિર્ણયને સમર્થન આપવામાં આવી રહ્યું છે. સૌથી અગત્યની બાબત એ છે કે વાવેરા ગામનાં લોકો સુરત તેમજ અમદાવાદથી પોતાના ઘરે પરત વાવેરા ગામમાં આવતાની સાથે જ વાવેરા ગામનાં FHW વંદનાબેન એમ. ત્રિવેદી ફીમેલ હેલ્થ વર્કર તેમજ યોગેશ્વરીબેન પી ઠાકર, પ્રતીભાબેન એ મહેતા, કલ્પેશભાઈ એમ બારૈયા. MPH વર્કર દ્વારા ખાસ મુલાકાત લીધી હતી અને કોરાના વાયરસ ફેલાતો રોકવા અગે લોક જાગૃતીની માહિતી આપવામાં આવી હતી.
FHW વંદનાબેન દ્વારા લોકોને ૧૪ દિવસ ઘરની બહાર નીકળવું નહિ. ઘરે રહીને હાથ વારંવાર ધોવા, ઉધરસ ખાતી વખતે મો આડો રુમાલ રાખવો, તેમજ કોઈને હાથ ન મિલાંવવાનુ અને ઘરના લોકોથી ૧ મીટરની દૂરી બનાવી રાખવાનું જણાવ્યુ હતુ અને ઘરના લોકોથી 1 મીટરની દુરી પરથી વાત કરવી તેમજ માસ્ક હંમેશા પહેરવુ તેવી અનેક સૂચનાઓ લોકોને આપવામા આવી હતી. તેમજ સુરત અમદાવાદથી આવેલ વાવેરાના લોકો દ્વારા ડોક્ટરોનાં સૂચનોનું ખૂબ જ સારી રીતે પાલન કરવામાં આવી રહ્યુ છે. વંદનાબેન FHW અને તલાટી મંત્રી રાજુભાઈ તેમજ ગ્રામ પંચાયતના સરપંચ અને ઉપસરપંચ સભ્ય દ્વારા સોશ્યિલ ડિસ્ટન્સ જળવાઈ રહે અને કાયદાનું પાલન થાય તેમજ લોકો સુરક્ષિત રહે તેવી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *