રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ
પંચમહાલ જિલ્લામાં શ્રાવણ માસમા આવતા વિવિધ તહેવારોનું હિન્દુ સમાજમાં ઘણું મહત્વ છે. શ્રાવણ માસ ભક્તિનો માસ પણ કહેવામાં આવતો હોય છે.જ્યારે રવિવાર ના રોજ નગર મા મહાલક્ષ્મી માતાજી ના મંદિર ખાતે શિતળા માતાની પુજા અર્ચન કરવા માટે સ્થાનિક મહિલાઓ મોટી સંખ્યામાં ઉમટી આવી હતી. મંદિર ખાતે બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર સાથે સીતળા માતાની સ્થાપના કરેલ હતી.મહિલાઓ એ શિતળા માતાની પુજન અર્ચન કરીને રાધણછંટના દિવસે બનાવેલ વિવિધ વાનગીઓ ખાધી હતી.શિતળા સાતમની શ્રદ્ધાભેર ઉજવણી કરાઈ હતી…