રિપોર્ટર….પ્રિતેશ દરજી… પંચમહાલ…
મહિસાગર જિલ્લાના લુણાવાડાના વતની હરીશચંદ્ર સોલંકી છેલ્લા 23વર્ષથી કંડકટર તરીકેની ફરજ નિભાવી રહયા છે.હાલમાં તેઓ લુણાવાડા ગોધરા લોકલ બસ મા ફરજ નિભાવી રહયા છે. શનિવારની સવારમાં તેઓ લુણાવાડા થી ગોધરા તરફ જઈ રહયા હતા .ત્યારે મુસાફરો ને લેવા માટે શહેરા બસ સ્ટેશન ના પ્રવેશદ્વાર પાસે તેઓની બસ પ્રવેશ કરતા એક ઈસમ બાઇક લઇને ઇકો કાર અને બસ ની વચ્ચે થી ખોટી રીતે પ્રવેશ કરવા જતા ફરિયાદી હરીશચંદ્રએ બાઇક ચાલક ને યોગ્ય રીતે બાઇક ચલાવવા માટે ટોકતા બાઇક ચાલકે આવેશમાં આવી બિભસ્ત ગાળો બોલવા માંડ્યો હતો. બસના કંડકટરએ બાઇક ચાલકને ગાળો બોલવાની ના પાડતા વધુ ઉશ્કેરાઈ જઈને પોતાની પાસે રહેલી છત્રી વડે માર મારવા લાગ્યો હતો.તે દરમિયાન આજુબાજુ માંથી બીજા પાંચ સાત જેટલા ઈસમો દોડી આવીને બસની અંદર ચડી જઈને બસના કંડકટર હરિશચંદ્ર ને ગડદા પાટુનો માર મારવા લાગ્યા હતા.
ત્યારે ઝપાઝપી વખતે તેઓના ટી શર્ટ નું ખિસ્સુ ફાડી નાખતા બસ ની ટ્રીપ ની જે કેસ હતી .તે બસ મા પડી જતા મુસાફરોએ ભેગી કરીને પરત આપી હતી. ત્યારબાદ ફરિયાદી કંડક્ટરે શહેરા ડેપોના ટિ.સી પંચાલને સમગ્ર ઘટનાથી વાકેફ કર્યા હતા. સાથે જ આ ઘટનાની જાણ લુણાવાડા ડેપો ના મેનેજર એ.કે. ખાંટ અને એ.ટી.આઇ.જયેશ ભાઈ છગનલાલ દરજી ને કરાતા તેઓ પણ તાત્કાલિક પોલીસ મથક ખાતે આવી પહોંચ્યા હતા. અને જરૂરી કાર્યવાહી માટે માર્ગદર્શન આપ્યું હતુ. માર નો ભોગ બનેલા ફરિયાદી બસ ના કંડક્ટરે 6 ઈસમો સામે ફરિયાદ નોધાઇ હતી.જેમાં કમાલુદ્દીન હમીદ શેખ,માહિર મોહ્યુદ્દીન શેખ,મોહસીન મોહ્યુદિન શેખ , અહેમદ મહંમદ શેખ (છકડા વાળો), વસીમ યાકુબ શેખ સહિત બીજા જુવાન છોકરાઓ કે જેઓના નામ ઠામ જાણવા મળ્યા નથી. પોલીસ દ્વારા ટેકનોલોજી અને માનવ સંશાધન થકી હિંચકારો હુમલો કરનારા તત્વોની માહિતી મેળવી તમામ ને પકડવા માટે ના ચક્રો ગતિમાન કર્યા છે.જ્યારે આ બનેલી ઘટના બાદ મુસાફરોના હિત માટે બસ સ્ટેશન ખાતે પોલીસ પોઇન્ટ મુકવા મુસાફરોની માંગ ઉઠી હતી…