કાલોલમાં બે યુવાનની મારામારીના પડધા બીજા દિવસે પડયા હતા. યુવાનની ધરપકડ બાદ એક કોમનું ટોળું એટલું આક્રમક બન્યું હતું કે પોલીસ મથકે પથ્થરમારો કર્યા બાદ ટોળું પોલીસ મથકેથી કાલોલ બસ મથક તરફ ધસ્યું હતું. તે દરમિયાન રસ્તામાં દુકાનોમાં ભારે નુકસાન પહોંચાડ્યું હતું તો બીજી તરફ આ ટોળાએ બાઇકો તેમજ અન્ય વાહનોને પણ ભારે નુકસાન પહોંચાડ્યું હતું.
કાલોલ : લઘુમતી ટોળાનો હુમલો : ઝનૂની ટોળાએ બેફામ પથ્થરમારો કરતા પોલીસે માથા પર તપેલી અને ડોલ પહેરી, 2 PI સહિત 4 પોલીસકર્મી ઘાયલ.
- ટોળાએ રસ્તા પર ઉતરી પસાર થતા વાહનોને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું
- ટોળાંને વિખેર્યા બાદ નગરમાં SRPની ત્રણ પ્લાટુન સાથે ચુસ્ત બંદોબસ્ત
- રાજ્યમાં રથયાત્રાની તૈયારી વચ્ચે ઘટના ઘટતાં અફવાઓ વહેતી થઇ
- પથ્થરમારામાં 2 પીઆઇ સહિત 4 પોલીસ કર્મીઓને ઇજા પહોંચી, 100 લોકોની અટકાયત
- યુવકને માર મારવાના બનાવમાં એકને પકડીને લાવતાં લઘુમતીનાં ટોળાંએ હુમલો કર્યો
ટોળાં એ રસ્તામાં આવતા વાહનો પર પણ પથ્થરમારો કર્યો હતો. જ્યારે આ ઘટનામાં પોલીસકર્મીઓને પણ ઇજા પહોંચી હતી જ્યારે સમગ્ર પંથકનું વાતાવરણ પણ ડહોળાયું હતું. રાજ્યમાં રથયાત્રાનો માહોલ જામ્યો છે ત્યારે તેના એક દિવસ અગાઉજ આ પ્રકારની ઘટના ઘટતાં અફવાઓનું બજાર પણ ભારે ગરમ થયું છે. પોલીસે હાલ સ્થિતી કાબુમાં લઇ કાર્યવાહી શરૂ કરી છે.
કાલોલના બોરું ગામે શુક્રવારે દૂધ ડેરી પર દૂધ ભરવા માટે ગયેલા યુવક સાથે મારમારીનો બનાવ બન્યો હતો. આ બાબતે યુવક દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવાયા બાદ પોલીસે શનિવારે એક આરોપીને પકડયો હતો. આરોપીને પકડ્યો હોવાની જાણ થતાં એક કોમનું ટોળુ આરોપીને બચાવવા માટે પોલીસ સ્ટેશને પહોંચ્યું હતું અને પોલીસ સાથે રકઝક કરી હતી. જેથી પોલીસે ટોળાને વિખેરી દીધું હતું. જો કે ત્યારબાદ 100 કરતા વધુનું એક કોમનું ટોળું ઉગ્ર બન્યું હતું અને પોલીસ કર્મીઓ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો.
પોલીસે કોમ્બીંગ કરીને પથ્થરમારો કરનાર તોફાની તત્વોને પકડી પાડયા.
કાલોલ બસ મથક તરફ પણ પથ્થરમારો કર્યો
પથ્થરમારામાં પોલીસ કર્મીઓ અને બે અધિકારીને ઇજા પહોંચી હતી. ત્યારબાદ આ ઝનુની ટોળુ પોલીસ મથકેથી કાલોલ બસ મથક તરફ ધસી ગયું હતું. આ ટોળાએ રસ્તામાં આવતી દુકાનોને ભારે નુકસાન પહોંચાડ્યું હતું તો બીજી તરફ આ આવતા જતાં બાઇકો તેમજ અન્ય વાહનોને પણ ટાર્ગેટ બનાવ્યા હતાં. ટોળાએ એક બાઇકને તોડી નાંખી હતી તો રસ્તા પરની દુકાનમાંથી સામાન બહાર કાઢીને ફેંકી દીધો હતો. ટોળએ પથ્થરમારો કરતાં આગળ વધતાં પોલીસ કાફલો પણ બસ સ્ટેન્ડ રોડ પર ધસી આવ્યો હતો અને ટોળને કાબુમાં લઇ લીધું હતું. કાલોલ ખાતે યુવક પર હુમલો કરનાર આરોપીની ધરપરકડ કરાતાં ટોળાએ આરોપીને છોડાવવાના પ્રયાસમાં ભારે પથ્થરમારો કર્યો હતો. ઝનૂની ટોળાનો પથ્થરમારો એટલો ભારે હતો કે પોલીસે ક્યાંક પાછીપાની કરવી પડી તો ક્યાંક બચવા માટે હેલમેટની જગ્યાએ તપેલીનો સહારો લેવો પડ્યો હતો.
જિલ્લા પોલીસવડા ડૉ. લીના પાટીલે જણાવ્યું કે, શુક્રવારે એક જુથનો છોકરો ડેરી પર ગયો હતો ત્યાં બીજા જુથના છોકરાઓએ મારમાર્યો હોવાના આક્ષેપના સંદર્ભમાં પોલીસ સ્ટેશનમાં રજુઆત કરવા આવતાં વાતાવરણ ગંભીર બન્યું હતું. પોલીસે તમામને ભગાડવાની કોશિશ કરતાં એક જુથના ટોળાએ રોડ પર આવી પથ્થરમારો કર્યો હતો. જેને કાબુમાં લેવા પોલીસે ટીયરગેસના સેલ છોડી સ્થિતી કાબુમાં લીધી હતી. સિનિયર પોલીસ ઓફીસર સહીત એસઆરપીની ટુકડી સ્થળ પર આવી ગઇ છે. પથ્થરમારામાં એલસીબી પીઆઇ સહીત ચાર પોલીસ કર્મીને ઇજા થઇ હતી. પોલીસે કોમ્બિંગ કરી તોફાનીઓને પકડી પાડયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કાલોલ શહેર ના ગધેડી ફળિયા ના નાકે બજરંગ દૂધ ડેરી નામે દુકાન ચલાવતા ઈસમ ને બાતમી આપવાની અદાવતે કાલોલ ના બોરુ ટર્નિંગ પાસે આંતરીને કેટલાક લઘુમતી કોમના યુવકોએ દુકાનદારને ઢોર માર માર્યો હતો.જે મારામારી અંગે દુકાનદારે કાલોલ પોલીસને કરેલી ફરિયાદ અનુસાર શનિવારે સવારે કાલોલ પોલીસે કાર્યવાહી હાથ ધરતા દુકાન દાર સાથે મારામારી કરતા ત્રણ મુસ્લિમ યુવકોને પોલીસ સ્ટેશનમાં અટકાયત કરી લાવવા સામે શનિવારે બપોરના બાર એક વાગ્યાના સુમારે કેટલાક લઘુમતી કોમના લોકટોળાં પોલીસ સ્ટેશન સામે જમા થયા હતાં.પોલીસ કઈ સમજી શકે તે પહેલાં જ મોટા પ્રમાણમાં ટોળેટોળાં ઉમટી પડતા પોલીસે ટોળા ને વિખેરાઈ જવા માટે સૂચના આપી હતી.પરંતુ પોલીસ ની સૂચના ને અવગણી ને પોલીસ સ્ટેશન નજીક ઉપસ્થિત લઘુમતી કોમ નું ટોળું ઉશ્કેરાઈ ગયું હતું.અને પોલીસ સ્ટેશન થી ગધેડી ફળિયા ના નાકા સુધી રસ્તાઓ પર પથ્થરો,ડંડા અને મારક હથિયારો સાથે નીકળી એક સમયે આ ટોળા એ હાઈ વે ને બાન માં લેવા નો પ્રયાસ કર્યો હતો.તોફાની તત્વોએ ગધેડી ફળિયામાં દુકાન ધરાવતા ફરીયાદી દુકાનદારની દુકાન સહિત દૂધ ની દુકાનોમાં ઘુસીને દુકાનની તોડફોડ કરીને દુકાનનો સામાન રસ્તા પર ફેંકી દીધો હતો. આમ કાલોલ શહેરમાં શનિવારે બપોરના સુમારે અચાનક લઘુમતી કોમના ટોળાંઓએ રસ્તા પર આવીને છુટા હાથે પથ્થરમારો કરી આતંક મચાવતા વાયુવેગે શહેરનું વાતાવરણ તંગ બની જતાં બજારોમાં દુકાનદારોએ પોતાના શટર બંધ કરીને સુરક્ષિત સ્થળે પહોંચી પોતાનો બચાવ કર્યો હતો પરંતુ ત્યાં સુધીમાં ટોળામાં જોવા મળતા ઉપદ્રવીઓએ ગધેડી ફળિયાથી ભાથીજી મંદિર સુધીની દુકાનો, રહેણાંક વિસ્તારો અને એકલ દોકલ વાહનો અને વાહન ચાલકોની તોડફોડ કરી ઉપદ્રવ મચાવી દીધો હતો.જો કે હાઈ વે પર વિફરેલા ટોળા પાછળ પોલીસ દોડતા ટોળું કસ્બા વિસ્તાર માં ઘુસી ગયું હતું.વાત આટલે થી ન અટકતા લઘુમતી કોમ ના તોફાની તત્વો એ કસ્બા વિસ્તાર માં ગયેલી પોલીસ પર પૂર્વ આયોજન હોય તે રીતે મકાનો ની છત પર મૂકી રાખેલા પથ્થરો ના ઢગલા થી પથ્થરો નો વરસાદ વરસાવ્યો હતો.કેટલીક જગ્યાઓ પર પોલીસ ને તગારા માં પથ્થરો ભરેલા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળતા આ કાવતરું પૂર્વ નિયોજિત હોવા ની શંકા ને નકારી શકાય નહિ ત્યારે અચાનક સ્થિતિ વણસી જતા કાલોલ પોલીસે જિલ્લા પોલીસ વડા ને સ્થિતિ થી માહિતગાર કર્યા હતાં.ઘટના ની ગંભીરતા જોતા જિલ્લા પોલીસ વડા ડૉ. લીના પાટીલ સહિત તમામ ડીવાયએસપી અને આસપાસ ના પોલીસ સ્ટેશન ના પીઆઇ અને પીએસઆઇ સહિત પોલીસ અને સુરક્ષા જવાનો અને એસઆરપી ની પ્લાટુન નો કાફલો ખડકી દેવા માં આવ્યો હતો. સ્થિતિ ની સમીક્ષા કર્યા બાદ બપોર પછી જીલ્લા પોલીસ વડા ડૉ. લીના પાટીલે અસરગ્રસ્ત એવા મસ્જિદ ફળિયામાં તોફાનીઓ સામે ઘસી જઈને સૌને શાંત રહેવા અને પોતાના ઘરમાં જવા માટે પણ સમજાવ્યા હતા.અને મસ્જિદ ના માઇક થી પણ પોલીસ ને સહકાર આપવા ની સૂચના આપવા માં આવી હતી.તેમ છતાં પણ તોફાની તત્વોએ મકાનોના ઘાબાઓ પરથી પોલીસ પર પથ્થરમારો કરતા પરિસ્થિતિ વણસી હતી જેથી પોલીસે ટીયરગેસના સંખ્યાબંધ સેલ છોડવા પડ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ પથ્થરમારામાં એલસીબી પીઆઇ ડી એન ચુડાસમાને મોઢા અને માથાના ભાગે એક છુટો પત્થર વાગવાથી પીઆઈ લોહિલુહાણ થઈ ગયા હતા.સાથે જ ગોધરા બી ડિવિઝન પી આઈ એચ.એન.પટેલ ને પણ મોઢા ના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.અનેક પોલીસ જવાનો પણ આ તોફાની ટોળા નો શિકાર બનતા ઇજાગ્રસ્ત થયા હતાં.બીજી તરફ મદની મસ્જીદમાંથી પણ કેટલાક તોફાની ટોળાએ પોલીસ કાફલા પર પત્થરમારો કરતાં સમયસૂચકતાને આધારે પોલીસ કાફલાને પીછેહઠ કરવી પડી હતી. અંતે પરિસ્થિતિ મુજબ એ વિસ્તારમાં પણ ટીયરગેસ છોડીને તોફાની તત્વોને હટાવ્યા હતા. જે પછી સાંજ સુધીમાં સમગ્ર પરિસ્થિતિ કાબુમાં આવતા પોલીસે અસરગ્રસ્ત વિસ્તારોના મુસ્લિમ અગ્રણીઓ સાથે વાતચીત કરી મસ્જિદ ખાતેથી શાંતિની અપીલ કરી લોકોને ઘરની બહાર નહીં નીકળવા જાહેરાત કરતાં સાંજ સુધીમાં પરિસ્થિતી કાબૂમાં લીધી હતી.છેલ્લે આ લખાય છે ત્યાં સુધી જાણવા મળ્યા મુજબ કાલોલ ની શાંતિ ડહોડનાર ઘટના માં પોલીસે ૫૦ થી વધુ લોકો ની અલગ અલગ મુદ્દામાલ સાથે અટકાયત કરી તેમના કોરોના રિપોર્ટ કરાવવા ની તજવીજ હાથ ધરી છે.પોલીસે શંકાસ્પદ વિસ્તારો માંથી સીસીટીવી ના ડીવીઆર પણ કબ્જે લેતા તોફાની તત્વો માં ફફડાટ વ્યાપી ગયો હતો.કારણ કે જે વિસ્તારથી બબાલ ની શરૂઆત થઈ ત્યાં થી કસ્બા વિસ્તાર સુધી આવતા તમામ સીસીટીવી કેમેરા ના ડીવીઆર પોલીસે તપાસ ના કામે લેતા મોઢું છુપાવતા તત્વો પણ સામે આવી જવા ની દહેશત તોફાનીઓ માં વ્યાપી ગઈ છે.તસવીરો : કાલોલ શહેરમાં શનિવારે કેટલાક તોફાની તત્વોએ આતંક મચાવતા ગધેડી ફળિયા અને સડક ફળિયામાં કરેલી તોડફોડ અને તોફાની તત્વોને ડામવા માટે તૈનાત પોલીસ કાફલો સહિતની અશાંત તસવીરો તસવીરોમાં દ્રશ્યમાન થાય છે.
કાલોલ માં લઘુમતી ટોળા ના આતંક ની ઘટના મામલે સોસીયલ મીડિયામાં શાંતિ ડહોડતા અફવારૂપ મેસેજ અને પોસ્ટ સામે પોલીસ ની લાલ આંખ.
પંચમહાલ મિરર સમાચાર પત્ર અને ગુજરાત નેસન ન્યુઝ પણ કાલોલ શહેર અને આસપાસ ની શાંતિ પ્રિય જનતા ને નમ્ર અપીલ કરે છે કે કાલોલ ની ઘટના સંદર્ભે કોઈ પણ ખોટા મેસેજ કે અફવાઓ ન ફેલાવો ન ફેલાવા દો..