રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
હળવદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને વાઇસ ચરેમનની ટર્મ પુરી થતા ફરી હોદેદારોની વરણી કરવામાં આવી હતી.જેમાં હળવદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચરેમન તરીકે રણછોડભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે વિઠ્ઠલભાઈ દલવાડીને રિપીટ કરવામાં આવ્યા છે. અને આ બન્ને હોદેદારોની સતત બીજી ટર્મમાં નિમણૂક કરવામાં આવી છે.હળવદ માર્કેટિંગ યાર્ડના ચરેમન અને વાઇસ ચરેમનની ટર્મ પુરી થતા આ બન્ને હોદાઓ માટે ખેડૂતોની હાજરીમાં આજે ફરી ચૂંટણી યોજાઈ હતી. જેમાં હળવદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે રણછોડભાઈ પટેલ અને વાઇસ ચરેમન તરીકે વિઠ્ઠલભાઇ દલવાડીની સતત બીજી ટર્મ માટે સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. ખેડૂતોની પેનલમાંથી આ બન્નેની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. અને માર્કેટિંગ યાર્ડના ચરેમન અને વાઇસ ચેરમેન સતત બીજી ટર્મ માટે વરણી કરતા રાજકીય અગ્રણીઓ અને ખેડૂત અગ્રણીઓ તેમજ ખેડૂતોએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.