વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મ દિવસે ભાજપના કાર્યકરોને ગામે-ગામના રામ મંદિરમાં સમૂહ આરતીનો કાર્યક્રમ યોજવા સૂચના અપાઈ.

Latest

ગુજરાતમાં હાલમાં ભાજપની જન આશિર્વાદ યાત્રા ચાલી રહી છે. ત્યારે આગામી સમયમાં પણ અનેક કાર્યક્રમો થવાના છે. 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીના જન્મ દિવસે રાજ્યના ગામે ગામના રામ મંદિરમાં રામ ભક્તોને સમૂહ આરતીનો કાર્યક્રમ યોજવાની સૂચના આપવામાં આવી છે. 17 સપ્ટેમ્બરે સાંજે 7 કલાકે સુંદર વાતાવરણમાં સામૂહિક આરતી થાય તેવું આયોજન કરવાની ભાજપના નેતાઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. ભાજપના મહામંત્રી ભાર્ગવ ભટ્ટની સહીથી વહેતા થયેલા પત્રથી સમગ્ર ભાજપમાં જાણે વિધાનસભાની ચૂંટણી નજીક હોય તેવો માહોલ સર્જાયો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 5 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે તેઓ ગાંધીનગર કમાન્ડ એન્ડ ક્ધટ્રોલની ખાસ મુલાકાત કરશે અને ત્યારબાદ મહાત્મા મંદિર થી દેશના પહેલાં સોલર વિલેજનું લોકાર્પણ કરશે, ઉપરાંત રાજય સરકાર ના સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેકટ નો પણ પ્રારંભ કરાવશે.

5 ઓગષ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મહાત્મા મંદિર થી સ્કૂલ ઓફ એક્સીલન્સ પ્રોજેકટનું લોકાર્પણ કરશે. ઉપરાંત આજ દિવસે શિક્ષક દિન છે. ત્યારે શિક્ષક દિવસે ગુજરાતને કોઈ મોટી ભેટ સાથે શિક્ષકો માટે મોટી જાહેરાત કરી શકે છે.આ ઉપરાંત નરેન્દ્ર ભાઈ મોદી ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરથી મોઢેરા વિલેજ સાથે સુર્યમંદિરનું રીમોટ દ્વારા દેશના સૌપ્રથમ સોલાર વિલેજનું લોકાર્પણ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *