રાજ્યમાં શિક્ષણ અનલૉક થઈ રહ્યું છે. હાલમાં સ્કૂલ અને કોલેજોમાં ઓફલાઈનની સાથે ઓનલાઈન શિક્ષણ પણ ચાલી રહ્યું છે. કોરોનાને કારણે લોકોના ધંધા રોજગાર અને નોકરીઓ પર મોટી અસર થઈ હોવાથી આવક પણ ઓછી થઈ ગઈ છે.આ સ્થિતિમાં રાજ્ય સરકારે 2020-21ના શૈક્ષણિક વર્ષ દરમિયાન 25 ટકા ફી માફી આપવામાં આવી હતી. પરંતુ આ વર્ષે ફી માફી માટે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. જેથી સમગ્ર ગુજરાત વાલી મંડળે 50 ટકા ફી માફી માટે હાઈકોર્ટમાં અરજી કરી છે.શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એ 25 ટકા ફી માફીની ગયા વર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. પરંતુ ફી માફી અંગે કોઈ પરીપિત્ર જાહેર કરવામાં આવ્યો નથી. જેના કારણે ખાનગી સ્કૂલો દ્વારા પૂરેપૂરી ફી વસૂલવામાં આવી રહી છે. ત્યારે વાલી મંડળે કરેલી અરજીની અસર સ્કૂલ સંચાલકો પર થઈ શકે છે.