રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
કેશોદ તાલુકાના સરોડ ગામે ગ્રામ પંચાયત દ્વારા ગૌચરની પેશકદમી દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે અનુસુચિત જાતી સમાજ બનાવવા માટેની જે જગ્યાની અને તે જગ્યાએ પેટા આરોગ્ય કેન્દ્ર બનાવવા બાબતે દબાણ હટાવ કામગીરીના પ્રથમ દિવસે જ વિવાદ સર્જાયો હતો જેથી ગૌચરના દબાણો દુર કરવાની કામગીરી બંધ રાખવામાં આવી હતી ત્યાર બાદ આજે બપોરે ગ્રામજનો તથા અનુસુચિત જાતી આગેવાનોની ઉપસ્થિતિમાં મીટીંગ યોજી અનુસુચિત જાતી સમાજ અને પેટા આરોગ્ય કેન્દ્રની જગ્યા બાબતે સમજુતી કરી પેટા આરોગ્ય કેન્દ્ર બનાવવાની માંગણી વાળી જગ્યા તથા અનુસુચિત જાતી સમાજ બનાવવાની માંગણી વાળી જગ્યા બાજુ બાજુમાં નક્કી કરી તે બન્ને જગ્યાની માપણી કરવાનિ કામગીરી હાથ ધરવામાં આવીછે ગ્રામજનો અને અનુસુચિત જાતિના લોકો વચ્ચે સમજુતી થતા સર્જાયેલા વિવાદનો સુખદ અંત આવતાં મામલો થાળે પડ્યો છે.