તાલિબાને રવિવારે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ભવનને પણ પોતાના કબજામાં લીધું છે. હવે અહીં તાલિબાનો સરકાર બનાવશે. રાષ્ટ્રપતિ અશરફ ગની અને ઉપ-રાષ્ટ્રપતિ અમીરુલ્લાહ સાલેહ દેશ છોડી ગયા છે. સ્થિતિ વણસવાને કારણે લોકો અહીંથી ભાગી રહ્યા છે.
કાબુલ એરપોર્ટ પર મોટી સંખ્યામાં લોકો ભેગા થયા છે. તાલીબાનોએ 20 વર્ષ પછી અફઘાનિસ્તાનમાં રાજ મેળવી લીધું છે. અને તાલીબાનોના કહેરથી ડરેલાવર્ષોની મહેનતથી વસાવેલું ઘર, રૂપિયા, મિલકત, સમાન બધું છોડીને લોકોએ એરપોર્ટ તરફ ભાગ્યા છે. અને જે વિમાનમાં જગ્યા મળે એમાં ચઢી રહ્યા છે. અફઘાનિસ્તાનથી ભાગેલા લોકો બેબસ છે, મજબૂર છે .કારણ કે એરપોર્ટ પર જગ્યા નથી. કંઈ ફલાઇટ ક્યાં જઈ રહી છે, એમાં જગ્યા છે કે નહીં એ જાણ્યા વગર વિમાનોમાં લોકો ચડી રહ્યા છે. બેસવાની જગ્યા ના મળે તો વચ્ચે ઊભા રહીને પણ જવા તૈયાર છે. અફઘાનિસ્તાન વાસીઓના જીવ પડખે બંધાયેલા છે. બાળકો, વૃદ્ધોની હાલત તો સૌથી ખરાબ છે.એમની પાસે ખાવા માટે ખોરાક નથી, ખિસ્સામાં રૂપિયા નથી, પીવાના પાણીનાં પણ ફાંફાં છે. દરેક વ્યક્તિ પોતાનાં સગાં- વહાલાંને પડતાં મૂકીને ભાગી રહ્યા છે. દૂર બીજા શહેરમાં રહેતા સગા સાથે ફોનમાં વાત કરીને એકબીજા માટે દુઆ કરે છે. અને તેમને જે દેશમાં જવાની તક મળે ત્યાં જઈ રહ્યા છે, અમારી ચિંતા ના કરતા, એવું આશ્વાસન આપે છે, પણ અફઘાનિસ્તાન છોડીને ભાગવું સેંકડો લોકો માટે કઠિન બની રહ્યું છે
,