ગીર સોમનાથ: મહિલા સહાયતા સુરક્ષા સંગઠન દીવ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની અનોખી ઉજવણી..

Gir - Somnath Latest
રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઉના

8 માર્ચના દિવસે મહિલા દિવસ મનાવવામાં આવે છે. આપણી સંસ્કૃતિ દરેક દિવસ સ્ત્રીને માન આપવાની વાત કરે છે. સ્ત્રીનો મહિમા ભારતીય સંસ્કૃતિની રગેરગમાં વણાયેલો છે. સ્ત્રી મહાન છે કારણ એ છે કે સ્ત્રી સર્જક છે. સ્ત્રી સિવાય દુનિયામાં સર્જન શક્ય નથી. અને એટલે જ ભારતીય સંસ્કૃતિમાં કહેવાયું છે કે જ્યાં મહિલાઓ પૂજાય છે ત્યાં જ દેવોનો વાસ છે.

મહિલા સહાયતા સુરક્ષા સંગઠનના સભ્યોએ આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની અનોખી રીતે ઉજવવાની પહેલ કરી છે. જે મહિલાઓએ સમાજમાં આગવું સ્થાન મેળવ્યું હોય ઊંચું નામ કર્યું હોય એવી દરેક મહિલાનું સન્માન થવું જરૂરી છે. પરંતુ ઝૂપડપટ્ટીમાં રહેતી અને અનેક કપરી પરિસ્થિતિઓનો સામનો કરીને જે મહિલાઓ સંઘર્ષ કરી રહી છે. અને પોતાનું ઘર પોતાના બાળકોની સાર સંભાળ લઇ રહી છે. તે પણ ખરેખર સન્માનીય છે. માટે મહિલા સુરક્ષા સહાયતા સંગઠનના દરેક સભ્યોએ દિવના રબેરી રોડ પર આવેલા ઝુપડપટ્ટી વિસ્તારની બહેનો દીકરીઓ પાસે જઈ તેમની સાથે વાત-ચીત કરી તેમના અનુભવો તેમની તકલીફો, તેમની જરૂરિયાતો વિશે ચર્ચા કરી.

ઝૂપડપટ્ટીમાં રહેતી દરેક મહિલાનું ફૂલ આપી અને સન્માન કર્યું. આવેલી મહિલાઓને માટેના નાસ્તાની તેમજ ઠંડા પીણાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. એમ.એસના સભ્યો સાથે વાત કરતાં જાણવા મળ્યું કે એ આ રીતે મહિલા દિવસની ઉજવણી કરીને દરેક સભ્યો એ પણ ખરેખર આનંદ અનુભવ્યો હતો. અને ઝુપડપટ્ટી વિસ્તારની બહેનોએ પણ મહિલા સહાયતા સુરક્ષા સંગઠનનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.

આ તકે મહિલા સહાયતા સુરક્ષા સંગઠન ના ભાવનાબેન શાહ, સેજલબેન,સારિકાબેન,ઝોહરાબેન, કલ્પેશભાઈ, છગનભાઈ સોમા ,ધવલભાઇ, ધીરજભાઈ, જેન્તીભાઈ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *