ત્રીજી લહેરની આશંકા વચ્ચે ગુજરાતના 11 મોટા ગરબા, આયોજકો ગરબાનું આયોજન નહીં કરે.

Latest

સરકારે જોખમ ન લેવાના અભિગમ સાથે હજુ સ્કૂલો સંપૂર્ણપણે શરૂ કરી નથી. જો ત્રીજી લહેર સંભવિત રીતે સપ્ટેમ્બર સુધીમાં આવવાની હોય તો ઓક્ટોબરમાં શરૂ થતી નવરાત્રિ ઊજવાય તે શક્ય નથી. માટે આ વખતે ગરબાનું આયોજન નૈતિક મૂલ્યોને આધારે પણ ટાળવું પડશે.
લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થાય તેવો જોખમ યુનાઈટેડ વે નહીં લે ,યુનાઇટેડ વે ઓફ બરોડાના હેમંત શાહે કહ્યું- ત્રીજા વેવની બીક છે. પરમિશન મળે તો પણ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય તેવું જોખમ યુનાઇટેડ વે નહીં લે. ગરબાનું આયોજન નિયત સંખ્યામાં થાય તો પણ સોશિયલ ડિસ્ટન્સિંગ રહે તેમ લાગતું નથી. આ વર્ષે આયોજન શક્ય લાગતું નથી. સરકાર પરવાનગી આપે તો પણ ગરબા નહીં થાય
વડોદરાના મા શક્તિ ગરબાના આયોજક જયેશ ઠક્કરે કહ્યું- ગરબાના આયોજક તરીકે આયોજનની વાત તો વિચારવાની પછી આવે છે. એક નાગરિક તરીકે હું માનું છું કે આ વર્ષે પણ ગરબાનું આયોજન ન કરવું જોઇએ. સરકાર પરવાનગી આપે તો આયોજન કરવાનો પ્રયત્ન કરીશું પરંતુ તે પણ હિતાવહ તો નથી જ. માસ્ક પહેરીને ગરબા થઈ શકે નહીં, ખેલૈયાઓ પ્રોટોકોલને અનુસરશે નહીં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *