નર્મદા: ફેન્સીંગની કામગીરીના વિરોધમાં કેવડિયા સજ્જડ બંધ, તંત્રએ આપ્યો આ જવાબ.

Latest Narmada
રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં લોકડાઉન હોવા છતાં તંત્ર દ્વારા તાર-ફેન્સીંગની કામગીરી સામે આદિવાસીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.કોંગ્રેસના આદિવાસી ધારાસભ્યો અને 6 ગામની મહિલાઓએ પણ રસ્તા પર ઉતરી કામગીરીનો વિરોધ કર્યો હતો.આટલો આટલો વિરોધ હોવા છતાં પણ તંત્ર દ્વારા ફેન્સીંગ કામગીરી બંધ ન કરાતા 6 ગામના આદિવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકનું કેવડિયા ગામ બંધનું એલાન આપ્યું હતું, એલાનને પગલે કેવડિયા ગામ સવારથી જ સજ્જડ બંધ રહ્યું હતું.જો કે કેવડિયામાં કોઈ વિરોધ માટે ન આવે એ માટે જિલ્લાના તમામ એન્ટ્રી પોઇન્ટ પર પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.તો બીજી બાજુ ગુજરાતના માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના 6 ગામના આદિવાસીઓને મળવા આવી પહોંચતા તંત્ર એલર્ટ થઈ ગયું છે.છેલ્લા ઘણા દિવસોથી તાર-ફેનસિંગ કામગીરીનો 6 ગામના આદિવાસીઓ સખત વિરોધ કરી રહ્યા હોવ છતાં તંત્રના કોઈ પણ અધિકારીઓ આ વિરોધ મામલે મગનું નામ મરી પાડવા તૈયાર ન્હોતા, પણ વધતા વિરોધને લીધે હવે તંત્રએ પણ પોતાનો પક્ષ મુક્યો છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી નાયબ કલેકટર નિકુંજ પરીખે જણાવ્યું હતું કે કેવડીયાની આજુબાજુનાં ગામડામાં કોઇનાં ઘર નિગમ દ્રારા ખાલી કરાવાયા નથી.માત્ર નિગમની માલિકીની ખુલ્લી જમીન પર ફેન્સીંગ કરાયુ છે.વર્ષ 1962 થી 1965 માં સરકાર દ્વારા આ જમીનો સંપાદિત થઈ હતી.આ સંપાદિત જમીનનું વળતર જે-તે સમયે જમીન સંપાદન અધિનિયમ મુજબ ચૂકવી આપ્યું છે.જે વ્યક્તિઓએ તે સમયે વળતર લીધું નહિ તેમના પૈસા નિયમોનુસાર ટ્રેઝરી ઓફિસમાં જમા કરાવવામાં આવ્યા અને ત્યાર બાદ જે તે ખાતેદારોએ તે પૈસા ઉપાડી લીધા.ડેમ બનતા 19 ગામો ડુબમાં જતા તેઓને અસરગ્રસ્ત ગણવામાં આવ્યા,આ છ ગામના લોકોને અસરગ્રસ્ત ગણવામાં આવ્યા નહિ કારણ કે, આ ગામની જમીનો ડૂબમાં જતી ન હતી.તેથી આ છ ગામના લોકોની લાગણી ઠેસ ન પહોચે તે માટે તેઓને વધારાના વળતર તરીકે સરકાર દ્વારા વર્ષ 1993-93, 2013, 2015, 2018માં પેકેજ જાહેર કર્યા. અને હાલમાં પણ વર્ષ 2020 માં પણ નવિન સૂચિત પેકેજ નર્મદા નિગમ દ્રારા હાઇકોર્ટમાં રજુ કરાયુ જ છે અને નિગમ આ પેકેજનાં મુજબના લાભો આપવા માટે હજુ પણ તૈયાર છે.

હાલમાં કેવડીયા, વાગડીયા, ગોરા, લીમડી, નવાગામમાં સરદાર સરોવર નર્મદા નિગમ લી.ની માલિકીની ખુલ્લી જમીનની માપણી જીલ્લા જમીન દફતર નિરિક્ષકની કચેરી દ્રારા કરાઇ હતી અને ત્યારબાદ જે જમીન માત્ર નર્મદા નિગમની માલિકીની હતી તેવી જ જમીનની ફેન્સીંગ કરાઇ છે અન્યથા કોઇની ખાનગી માલિકીની જગ્યાને નિગમ દ્રારા ફેન્સીંગ કરાઇ નથી.કેટલાક સમય પહેલા નામદાર હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરાઇ હતી અને તે બાદ નામદાર હાઇકોર્ટ દ્રારા નવિન વિકાસ કાર્યો કરવા પર સ્ટે આપવામાં આવ્યો હતો અને હાઇકોર્ટનાં નિર્દેશ બાદ સરદાર સરોવર નર્મદા નિગમ તરફથી અગાઉ સંપાદિત જમીન બાબતે વખતો-વખત સરકાર દ્રારા અનેક લાભનો સમાવેશ કરીને પેકેજ જાહેર કરાયા હતા,તે ઉપરાંત નવા લાભ સાથેનાં પેકેજ આપવા અંગે નામદાર હાઇકોર્ટ સમક્ષ એફીડેવીટ કરીને નર્મદા નિગમે તત્પરતા બતાવી છે.

સુનાવણી દરમ્યાન આ વિસ્તારમાં વિકાસ કાર્યો કરવા ઉપર આપેલ સ્ટે નામદાર હાઇકોર્ટે ઉઠાવી લઇ PIL – 130/2019 અરજી રદ કરી દીધેલ છે.હાલ આ ગામોમાં માત્ર નિગમની જમીનની માપણી ફેન્સીંગ કરવામાં આવેલ છે.અમારા તરફથી કોઇ પણ રીતે કોઇના ઘર ખાલી કરાવાયા નથી અને કોઇને પૂરતા લાભ આપ્યા વિના ઘર ખાલી કરાવવાની વાત પણ અત્રે નથી.આ દરમ્યાન જેઓની પોતાની માલીકી જમીન હોય તેવી જમીનને ફેન્સીંગ પણ કરવામાં આવેલ નથી.ગત 5 ફેબ્રુઆરીનાં રોજ નામદાર હાઇકોર્ટે આપેલ નિર્દેશ અનુસાર નર્મદા નિગમ અને ગ્રામજનો સાથે બેસીને કોઇ એક સમાધાકારી ફોર્મ્યુલા નક્કી કરીને હાઇકોર્ટ સમક્ષ રજુ કરવાની સૂચના બાદ 6 ગામ અને નિગમના ઉચ્ચ અધિકારીઓની એક બેઠક મળેલ જેમાં નિગમ તરફથી એક નવીન પેકેજ જાહેર કરવામાં આવ્યુ છે.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *