રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ
લાલબાગ કેરીનું પ્રતિકિલો ૧૫૦ રૂપીયાના ભાવથી થઈ રહયુછે. ત્યારે કેસર કેરીના સ્વાદ રસીકોને કેરીનો સ્વાદ માણવા ચારથી પાંચ અઠવાડિયા રાહ જોવી પડશે. કેરીના સ્વાદ રસીકોને કેરીના આગમનની આતુરતાથી રાહ જોતા હોય છે. ત્યારે લોકોની પહેલી પસંદ કેસર કેરીનો સ્વાદ માણવા કેસર કેરીના સ્વાદ રસીકોને ચારથી પાંચ સપ્તાહ બાદ કેસર કેરીનો સ્વાદ માણવા મળશે તેવો અંદાજ છે. ગ્લોબલ વોર્મીંગના કારણે આંબાઓમાં આગોતરા પાછોતરા ફાલ લાગવાથી કેસર કેરીનો લાંબો સમય સુધી સ્વાદ માણવા મળશે હાલ તો બજારોમાં ખાખડીનું પ્રતી કિલો સરેરાશ ૧૫૦ના ભાવથી વેચાણ થઈ રહયુ છે .ત્યારે કેશોદની બજારમાં લાલબાગ કેરીનું આગમન થયુછે કેશોદની બજારમાં લારીઓ દુકાનોમાં લાલબાગ કેરીનું પ્રતિકિલો ૧૫૦ના ભાવથી વેચાણ થઈ રહ્યુંછે જેમાં મહદઅંશે ગ્રાહકો લાલબાગ કેરીની ખરીદી કરી રહયા છે. કેસર કેરીના સ્વાદ રસીકોને કેરીનો સ્વાદ માણવા ચારથી પાંચ સપ્તાહ બાદ કેસર કેરીનો સ્વાદ માણવા મળશે તેવો અંદાજ છે.