પંચમહાલ ના શહેરા પાલિકાના ટાઉન હોલ ખાતે નારી ગૌરવ દિવસની ઉજવણી કરાઈ.

Panchmahal

રિપોર્ટર પ્રિતેશ દરજી. પંચમહાલ…

મહિલા તાલુકા વિકાસ અધિકારી ની ઉપસ્થિતિમાં ઉજવણી કરાઈ હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો તેમજ અધિકારીઓના વરદ હસ્તે મિશન મંગલમની સખી બહેનોને દસ લાખથી વધુ રકમના ચેક તેમજ લોનના મંજૂરી પત્રો આપવામાં આવ્યા હતા.

શહેરા સહિત સમગ્ર જિલ્લામાં રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થતા બુધવારના રોજ નારી ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે નગર પાલિકાના ટાઉનહોલ ખાતે નારી ગૌરવ દિવસની વિશેષ ઉજવણી સાથે મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત તાલુકા પંચાયત કચેરીના મિશન મંગલમ શાખા દ્વારા સ્વ સહાય જૂથ અને સખી મંડળની બહેનોને લોન મંજૂરી પત્રો અને ચેક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલા તાલુકા વિકાસ અધિકારી ઝેડ.એમ. અન્સારી સહિતના અધિકારીઓ તેમજ ભાજપ તાલુકા પ્રમુખ મગનભાઈ પટેલિયા, તાલુકા પંચાયત પ્રમુખ રાયજીભાઈ.કે. નાયકા તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી. મહિલા તાલુકા વિકાસ અધિકારી ઝેડ.એમ. અન્સારી તેમજ મહાનુભાવો ના વરદ હસ્તે મિશન મંગલમની સખી મંડળની બહેનોને દસ લાખથી વધુ રકમના ચેક તેમજ લોનના મંજૂરી પત્રો નું વિતરણ કરવામા આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીઓ દ્વારા સખી મંડળની બહેનોને સરકાર દ્વારા મહીલાઓને મળતા લાભો સહિત વિવિધ યોજના અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ નારી ગૌરવ દિવસની ઉજવણીમાં મિશન મંગલમ શાખાના ટી.એલ.એમ દિલીપ ભાઈ પંચાલ, જિજ્ઞાસા પટેલ, ઉષાબેન પટેલ તેમજ બારીયા સુનીલ પરમાર સહિત મોટી સંખ્યામાં સખી મંડળની બહેનોને ઉપસ્થિત રહેતા કાર્યક્રમને સફળતા મળી હતી. કાર્યક્રમ દરમિયાન કોરોના ગાઈડ લાઈન નુ ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *