રિપોર્ટર – પ્રિતેશ દરજી, પંચમહાલ
શહેરા નગરમાં શિવમ સોસાયટી ખાતે આવેલ પ્રજાપતિ બ્રહ્મા કુમારી ઈશ્વરીય વિધાલય કેન્દ્ર ખાતે વર્ષ દરમિયાન અનેક કાર્યકમો યોજાતા હોય છે.સોમવારના રોજ કેન્દ્ર ખાતે રક્તદાન શિબિર સાથે વ્યસન મુક્તિ કેમ્પ નું આયોજન કરવામાં આવેલ હતું નગરના અગ્રણી ડો.અજય ભાવસાર, નગર પાલિકા ઉપપ્રમુખ હિંમત સિંહ , જેકી ભાઈ મુલચંદાણી , બ્રહ્માકુમારી રતન દીદી , જ્યા દીદી ,ડોક્ટર આર.કે. ચૌહાણ ના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ને ખુલ્લો મૂકવામાં આવેલ હતો આ કેમ્પ મા વ્યસન મુક્તિ પ્રદર્શન મા વ્યસન થી શરીર ને થતું નુકશાન સહિત જરૂરી માર્ગદર્શન આવેલ સૌ લોકો ને બ્રહ્મા કુમારી રતન દીદી એ આપેલ હતું. રક્તદાન શિબિર માં ખૂબ જ ઉત્સાહ અને હોંશભેર રક્તદાન કરી ને માનવતા મહેકાવી હતી. આ કેમ્પ મા આવનાર ભાઈ બહેન વ્યસન અહીં છોડી ને જાય તે માટે બ્રહ્મા કુમારી રતન દીદી અને જ્યા દીદી દ્વારા માર્ગદર્શન આપવામાં આવતા આ કેમ્પ માં આવનાર ગણા બધા એ તમાકુ , દારૂ , સીગારેટ સહિત ના વ્યસન અહી છોડી ને ગયા હતા કેમ્પ ને સફળતા મળી હતી