સાવલી તાલુકાના લાછનપુર ગામ પાસેથી પસાર થતી મહિસાગર નદી કિનારે પિકનિક મનાવવા માટે ગયા હતાં.જેમાં બરોડા મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી એક યુવતી સહિત બે તબીબી સ્ટુડન્ટોના ડૂબી જતા મોત નીપજ્યાં હતા. જ્યારે એક તબીબી વિદ્યાર્થીને સ્થાનિકો દ્વારા બચાવવામાં આવ્યો હતો. વડોદરામાં બરોડા મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા 12 સ્ટુડન્ટોનું ગૃપ વહેલી સવારે સાવલી તાલુકાના લાછનપુર ગામ પાસેથી પસાર થતી મહિસાગર નદીના કિનારે ઉત્સાહ સાથે પિકનીક મનાવવા માટે ગયું હતું. નદી કિનારે પહોંચેલા ગૃપ પૈકી સિધ્ધી નિમેશભાઇ શાહ અમોઘ ગોયલ સહિત કેટલાંક સ્ટુડન્ટો નદીમાં નાહવા ગયા હતાં. જેમાં સિધ્ધી શાહ અને અમોઘ ગોયલ સહિત ત્રણ સ્ટુડન્ટો ઉંડા પાણીમાં પહોંચી જતાં તણાઇ ગયા હતાં. જેમાંથી બે વિદ્યાર્થીઓના મોત નીપજ્યાં હતાં
.