રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
જેમાં આશરે 15 વ્યક્તિઓએ પ્રથમ વખત રકતદાન કર્યું. 5 દંપતીઓએ સહજોડે રકતદાન કર્યું અને બાપ અને દીકરીએ સાથે રકતદાન કર્યું અને 61 વર્ષની વયે ગાંધીભાઈએ પણ 14મી વખત રકતદાન કર્યું. કુલ મળી 152 બોટલ રક્ત એકત્ર થયું 101 સિવિલ હોસ્પિટલ અમદાવાદ બ્લડ બેંક અને 51 બોટલ સંસ્કાર બ્લડ બેંક મોરબી ખાતે થેલેસીમિયા ગ્રસ્ત બાળકો અને લોહીની જરૂર છે તેવા બાળકો માટે ઉપયોગમાં લેવામાં આવશે
કોરોના વૈસ્વીક મહામારીના સમયે દરેક બ્લડ બેંકમાં બ્લડની અછત હોવાના કારણે લોહીની જરૂર છે તેવા દર્દીઓ અને ખાસ સગર્ભા બહેનો ગંભીર અકસ્માતે ઘવાયેલ દર્દીઓ અને થેલેસીમિયાના દર્દીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આજરોજ હળવદ મધ્યે આવેલ મોઢ વણિક સમાજની વાળી ખાતે શ્રી મોઢેશ્વરી માતાજીના પાટોત્સવ દિન નિમિતે વિશ્વ હિન્દુ પરિષદ, શ્રી મોઢવણીક સમાજ ટ્રસ્ટ ,રોટરી કલબ ઓફ હળવદ અને પાટિયા ગ્રુપ હળવદના સંયુક્ત ઉપક્રમે સ્વૈચ્છીક રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હળવદ તાલુકાના તમામ સમાજ ના લોકોએ સ્વૈચ્છીક રીતે રક્તદાન કરી અને આ ભગીરથ કાર્યમાં જોડાયા હતા, જેમાં હળવદના પોલીસ સબ ઇન્સ્પેકટર પી.જી.પનારા સહિત યુવાનો અને મહિલાઓએ રકતદાન કર્યું હતું. જેમાં 5 દંપતીએ સહજોડે રકતદાન કર્યું હતું જ્યારે આશરે 15 વ્યક્તિઓએ પ્રથમ વખત રકતદાન કર્યું હતું અને 1 બાપ અને દીકરીએ સાથે રકતદાન કરી સમાજને રકતદાન કરવા માટે પ્રેરણા પુરી પાડી હતી. જ્યારે 61 વર્ષના યુવાન કહી શકાય તેવા ગાંધીભાઈએ 14 મી વખત રકતદાન કરી યુવાઓને રકતદાન કરવા પ્રેરણા પુરી પાડી હતી. આ રકતદાન કેમ્પમાં પૂજ્ય શ્રી દીપકદાસજી અને પૂજ્ય શ્રી પ્રભુચરણદાસજી મહારાજ અને લોહીની ઇમરજન્સી જરૂર હોઈ તે વેળાએ તાત્કાલિક લોહીની જરૂર છે તેવા દર્દીઓને લોહી પૂરું પાડી રહ્યા છે તેવા યુવા આર્મી ગ્રુપ મોરબીના પીયૂષભાઈ બોપલીયા અને સાથી સભ્યોના વરદ હસ્તે દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગરના સર્વોદય કાર્યકર્તા ગોવિંભાઈ ભરવાડએ શુભેચ્છા સંદેશ પાઠવેલ આ કાર્યક્રમમાં રાજકીય સામાજિક અને ધાર્મિક આગેવાનો એ હાજરી આપી યુવાનોને રક્તદાતાઓના ઉત્સાહ માં વધારો કરેલ આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી મોઢ વણિક સમાજ – વિશ્વ હિન્દુ પરિષદ – રોટરી કલબ ઓફ હળવદ અને પાટિયા ગ્રુપના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો.