રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
જિલ્લા પંચાયતની આગામી 28 ફેબ્રુઆરીના રોજ ચુટણી યોજાનારી છે આમ તો ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી જંગ જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે હળવદ તાલુકા ભાજપ દ્વારા હળવદ તાલુકા પંચાયત અને મોરબી જિલ્લા પંચાયત કબજે કરવા માટે ભાજપને સમર્થન મળે તે માટે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરએ જાહેર સભાનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજ અને ભાજપના હોદ્દેદારો કાર્યકર્તાઓ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.
આગામી ૨૮મી ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજ્ય તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ યોજાનારી છે,ત્યારે રાજકીય પક્ષો દ્વારા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કબજે કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા હળવદ તાલુકા પંચાયત મોરબી જિલ્લા પંચાયત કબજે કરવા ડોર ટુ ડોર ગ્રામીણ વિસ્તારમાં ગ્રુપ મિટિંગો જાહેર સભા સહિતના માધ્યમથી પ્રચાર-પ્રસાર પૂરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે શુક્રવારે હળવદ શિશુ મંદિર હોલ ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજના પ્રમુખ અલ્પેશભાઇ ઠાકોરના જાહેર સભાનું આયોજન કરાયું હતું. જેમાં અલ્પેશભાઈ ઠાકોરએ પ્રાસંગિક પ્રવચન આપતા જણાવ્યું હતું કે ભાજપ સરકારએ ગુજરાતનો વિકાસ કરી ને દિશા બદલી નાખી છે લોકોએ ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મુકેલો છે એ તમે હમણાં જ તાજેતરમાં જ જોયું મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો. ત્યારે આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન હશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. ત્યારે હળવદ તાલુકા પંચાયતની તમામ ૨૦ બેઠકો ભાજપ કબજે કરશે તેમજ તાલુકો મોરબી જીલ્લા પંચાયત પર ભારતીય જનતા પાર્ટીનું શાસન રહેશે કેમ કે ભાજપ સરકારે લોકોના છેવાડાના માનવી સુધી ખેડૂતોને પીવાના પાણી હોય વીજળીના પ્રશ્નો હોય વિદ્યાર્થીઓ તેમજ વેપારીઓ આરોગ્યલક્ષી સહિત વિવિધ સેવાકીય તેમજ છેવાડાના માનવીને આમ આદમી સુધી સરકારની કલ્યાણકારી વિવિધ યોજનાનો આપેલ તેમજ કોરોની મહામારી લોકડાઉનમા લોકોને મદદરૂપ થયા છે. લોકોને પગભર કર્યા છે તેમ જણાવ્યું હતુ આ પ્રસંગે હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જયંતિભાઈ કવાડીયા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા,શહેર ભાજપ પ્રમુખ કેતનભાઈ દવે,તાલુકા ભાજપ પ્રમુખ વાસુદેવભાઈ પટેલ ,તાલુકા શહેર મહામંત્રી રમેશભાઈ દલવાડી સંદીપભાઈ પટેલ,બિપીનભાઈ દવે, તેમજ સાપકડાના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા, કડીયાણા તાલુકા પંચાયત ઉમેદવાર રમેશભાઈ ઝિંઝુવાડીયા, જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ વલ્લભભાઈ પટેલ, કવાડીયાના તાલુકા પંચાયતના ઉમેદવાર ભરતભાઈ ગણેશીયા સહિતના ભાજપના હોદેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.