રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
હળવદમાં છેલ્લા 6-7-દિવસથી ઊંચો ચડેલો ગરમીનો પારો આજે સવારે થોડો નિચો ઉતર્યો હતો અને વ્હેલી સવારે ગાઢ ધૂમમ્સ છવાતાં વાતાવરણમાં ફરી એકવાર ઠંડક પ્રસરી હતી.
હવામાન વિભાગે ફેબ્રુઆરીના અંત સુધીમાં શિયાળો વિદાય લેશે એવી આગાહી કરી એના બીજા જ દિવસે મોરબીમાં વ્હેલી સવારે ગાઢ ધૂમમ્સ છવાયું હતું. છેલ્લા 6-7 દિવસથી બપોરે પંખો-એસી શરૂ કરવા પડે એવો તાપ પડ્યા બાદ આજે વ્હેલી સવારે ધૂમમ્સને લઈને આંશિક ટાઢોડું છવાયું હતું. જોકે, દિવસ માથે ચડતા ધૂમમ્સ વિખરાઈ ગયું હતું. ત્યારે હવે બળબળતી ગરમીના દિવસો નજીક આવી રહ્યા હોય તેવું અનુભવાઇ રહ્યું છે.