અંબાજી: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અંબાજી મુકામે માઁ આંબાના દર્શન કર્યા.

Ambaji Latest
રિપોર્ટર: સુરેશ જોશી,અંબાજી

મુખ્યમંત્રીએ તાજેતરની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીને મળેલા ભવ્ય વિજય બાદ લોકોની અપેક્ષા આકાંક્ષા પૂર્ણ કરવા વધુ જનહિત કામો કરવાની માતાજી શકિત આપે તેમજ ગુજરાત સતત વિકાસના રાહે આગળ વધતું રહે ઉત્તમથી સર્વોત્તમ બને તે માટે માતાજીના કૃપા આશિષ વરસતા રહે તેવી પ્રાર્થના કરી હતી. તેમણે સૌના મંગલની વાંછના પણ માઁ અંબા સમક્ષ શ્રધ્ધાપૂર્વક કરી હતી.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના વિવિધ યાત્રાધામો શ્રધ્ધા આસ્થા કેન્દ્રો અંબાજી, સોમનાથ, પાલીતાણા દ્વારિકા વગેરે જગ્યાએ દર્શનાર્થીઓ ઝડપથી પહોંચી શકે અને દર્શન કરી શકે તેવી સુવિધા ઊભી કરવા માટે આ યાત્રા ધામોને હેલિકોપ્ટર સેવા જેવી હવાઈ સેવાથી જોડીને વધુ સુગ્રથિત કરવાની નેમ વ્યક્ત કરી છે. અંબાજીમાં આદ્યશકિત માઁ ના દર્શન કરી પ્રચાર માધ્યમો સાથેની વાતચીતમાં મુખ્યમંત્રી એ કહ્યું કે આ હેતુસર રાજ્ય સરકારે આ વર્ષના બજેટમાં જોગવાઈ પણ કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ યાત્રાધામ અંબાજીમાં ડેવલપમેન્ટ પ્લાન અને માસ્ટર પ્લાન ઝડપથી પૂર્ણ કરીને તેના આધાર ઉપર અંબાજી મંદિરની ભવ્યતા વિશાળતા ઊભી કરવામાં આવશે તેમ પણ કહ્યું હતું. વિજયભાઈ રૂપાણીએ અંબાજીનો વેલ પ્લાન્ડ સિટી તરીકે વિકાસ કરીને આ પવિત્ર ધામના દર્શને આવતા લાખો શ્રધ્ધાળુઓને પ્રાથમિક સુવિધાઓ સહિતની સેવા પૂરી પાડવા અંબાજી ડેવલપમેન્ટ ઓથોરિટીને વધુ સુદ્રઢ બનાવવાની પણ વિસ્તૃત જાણકારી આપી હતી.તેમણે કહ્યું કે આ સંદર્ભમાં એક ઉચ્ચસ્તરીય કમિટીની બેઠક પણ આગામી દિવસોમાં ગાંધીનગરમાં યોજવાનું પણ આયોજન કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *