જૂનાગઢ: કેશોદ નગરપાલિકા ચુંટણી સંદર્ભે બેઠક, કાર્યાલયનો શુભારંભ, રેલી યોજાઈ..

Junagadh Latest
રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ

નગરપાલિકાની આગામી ચુંટણી સંદર્ભે કેશોદમાં ભાજપ દ્વારા બેઠક યોજાઈ હતી જેમાં નગરપાલિકાના ૯ વોર્ડના ૩૬ ઉમેદવારો ભાજપના કાર્યકરો હોદેદારો પુર્વ ધરસભ્યો સહીત ઉપસ્થિત રહ્યા હતા તેમજ ભાજપના તમામ ઉમેદવારોના ભવ્ય વિજય સંકલ્પ સાથે ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા બનવાનીછે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કેશોદના વોર્ડ નંબર 5 તથા વોર્ડ નંબર 7 ના ઉમેદવારોની કાર્યાલયનો પણ શુભારંભ કરવામાં આવ્યો હતો સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ નગરપાલિકાના ઉમેદવારો ઘરે ઘરે સંપર્ક કરી ઉમેદવારોનો પરિચય તથા કરનાર કામગીરીની પત્રીકાનું વિતરણ શરૂ કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું ભાજપના નગરપાલિકા ઉમેદવારો હોદેદારો આગેવાનો સાથે બેઠક તથા કાર્યાલયના શુભારંભ બાદ જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે મીડીયા સમક્ષ જણાવ્યું હતું કે કેશોદ નગરપાલિકાના નવ વોર્ડના ૩૬ ઉમેદવારોનો ભવ્ય વિજય થશે તેવી આશા વ્યક્ત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *