છોટાઉદેપુર જિલ્લામાં આજદિન સુધી વૈશ્વિક મહામારી કોરોના સંક્રમિત કેસ ની સંખ્યા ૨૭૬ પર પહોંચી છે જેમાંથી ૨૨૧ દર્દીઓ કોરોના ને મ્હાત આપી સાજા થઇ ઘરે પરત ફર્યા છે,કોરોના ને કારણે માત્ર ૨ દર્દીઓના મૃત્યુ થયા છે, ૯ દર્દીઓ અન્ય રોગને લઈ મૃત્યુ પામ્યા છે જ્યારે ૪૪ દર્દીઓ હાલ જિલ્લાના છોટાઉદેપુર સ્થિત જનરલ હોસ્પિટલ તેમજ પોલિટેકનિક ખાતેનાં કોવિડ સેન્ટરમાં સારવાર લઇ રહ્યા છે.
જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓને હાલ સારી સારવાર અપાઇ રહી છે પરંતુ આવા દર્દીઓની તબિયત વધુ લથડે ત્યારે તેઓને વધુ સારવાર માટે વડોદરા સુધી જવું ન પડે તેવા હેતુ સાથે આજે બોડેલીના મોડાસર ખાતે ડોક્ટર ધારક પંડ્યા અને તેમના પરિવાર દ્વારા જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી એક ૩૦ બેડનું નવું જ કોવિડ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે જેનું ઉદઘાટન આજે છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાના હસ્તે કરી ખુલ્લુ મુકવામાં આવ્યું હતું ત્યારે ધારાસભ્ય અભેસિંહ તડવી, જિલ્લા વિકાસ અધિકારી મિહીર પટેલ, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મહેશ ચૌધરી, બોડેલી પ્રાંત અધિકારી ઉમેશ શાહ સહિત બોડેલી ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.ડો. ધારક પંડ્યાએ માત્ર દર્દીઓની સેવા ના આશય સાથે આ કોવિડ સેન્ટર શરૂ કરવા જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારી મિહીર પટેલ, તેમજ જિલ્લા વિકાસ અધિકારી ડો. મહેશ ચૌધરી દ્વારા મળેલ સહયોગ અને પિતા કશ્યપ ભાઈ પંડ્યા માતા કલ્પનાબેન પંડ્યા સહિત પરિવારના આશીર્વાદ થી જ આ કાર્ય થયું હોવાનું જણાવ્યું હતું.