બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા
નર્મદા જિલ્લામાં ગુજરાત સરકારની ૧૦૮ ઇમર્જન્સી સેવા લોકોને અનેકરૂપે મદદરૂપ થઇ રહી છે તેમજ પ્રસુતાઓ માટે મહત્વની ભૂમિકા ભજવી આઈ.એમ.આર.(ઇનફન્ટ મોર્ટાલીટી રેટ )અને એમ.એમ.આર.(મધર મોર્ટાલીટી રેટ )ને ઓછું કરવા ખુબ મહત્વનું યોગદાન આપે છે.
ડેડીયાપાડા સ્થિત ૧૦૮ એમ્બ્યુલન્સને કોલ મળતા જ સરકારી હોસ્પિટલ ખાતે પહોંચી જ્યાં ઈ.એમ.ટી ઈશ્વર વસાવા અને પાયલોટ કિરીટ વસાવા ડૉક્ટરને મળી દર્દીની હિસ્ટરી મેળવી તેમાં જણાવા મળ્યું કે દર્દી કોકિલાબેનની પ્રથમ પ્રસુતિ હતી અને બાળક લેટરીનનું પાણી પી ગયું હોય તેમ લાગે છે તેમજ પ્રસુતિની પીડામાં કોઈ સુધાર જાણતો નથી જેથી દર્દી કોકિલાબેનને સેવા રૂરલ ખાસે ખસેડવાના હોય ત્યારબાદ ઈ.એમ.ટી અને પાયલોટ દ્વારા દર્દીને 108 એમ્બ્યુલન્સમાં લીધા બાદ 108 સેંટર અમદાવાદમાં બેઠેલા ડૉક્ટર જીતેન્દ્રને કોલ કરી માહિતી આપી અને એમ્બ્યુલન્સમાં સારવાર આપવા માટે સલાહ લીધા બાદ 108 એમ્બ્યુલન્સ ડેડીયાપાડાથી સેવા રૂરલ જવા નીકળી અને રાજપારડી પાસે પોંહચતા દર્દી કોકિલાબેનને અસહ્ય પ્રસવ પીડા થવા લાગી જેથી ઈ.એમ.ટી ઈશ્વરભાઈએ તપાસ કરતા લાગ્યું કે મહિલાની ડિલિવરી એમ્બ્યુલન્સમાં જ કરાવવી પડશે એટલે એમણે પાયલોટ કિરીટભાઈને કહી 108 એમ્બ્યુલન્સ રોડની સાઈડમાં ઉભી રાખવી પોતાની સતર્કતા મુજબ ડિલિવરી કીટનો ઉપયોગ કરી એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસુતિ કરાવી તેમજ બાળકના ગાળામાં વિટાયેલી નાળ કાઢી બાળકના મોમાં શકશન કરી બાળક જે ખરાબ પાણી પી ગયું હતું તે બહાર કાઢ્યું હતું. આમ 108 ટીમે એક જોખમી ડિલિવરી સફળતા પૂર્વક નોર્મલ કરાવી હતી.