રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી, વડોદરા
વડોદરા શહેરમાં રસ્તા ઉપર ભુવા પડવાનો સિલસિલો યથાવત છે.આજે શહેરના ચકલી સર્કલ ખાતે ખાનગી બસ ભુવામા ફસાઈ જવાની ઘટના સામે આવી છે.ખાનગી કંપનીમાં કામ કરતા એમ્પ્લોઈઝને લેવા માટે ઉભેલી બસ ચકૅલી સકૅલ પાસે અચાનક જ ખાડામાં ખાબકી હતી.પાલિકાના ભષ્ટ્રા અઘિકારીઓના માગૅદશૅન હેઠળ તૈયાર થયેલા રોડ એક બસનું વજન પણ સહન નથી કરી શકતા.
ચોમાસામાં નજીવા વરસાદે શહેરમાં ઠેર ઠેર ખાડા અને ભુવાઓ પડી રહ્ય છે.વાહનચાલકોના હાલડકા ભાંગે અને વાહનોને પારાવાર નુકશાન થાય તેવી પરવા કર્યા સિવાય વડોદરા મહાનગર પાલિકાના નફ્ફટ શાસકો અને તંત્ર સ્માર્ટ સીટીની ચુંટણી લક્ષી વાહતોકરી રૂ/ ૮૦ કરોડના ખર્ચે નવા પાંચ સ્માર્ટ રોડ બનાવવાની જાહેરાતો કરીને છાતી ફુલાવે છે.વરસાદથી રસ્તાઓનું ઘોવાણ થાય એટલે કટકી માટે ઈજારદારોના માથે ઠીકડુ ફોડવાની ચાલબાજી કરતા શાસકો અને તંત્રી શહેરીજનોની હાડમારીને દુર કરવા તંત્ર કેશાસકોના પેટનુંપાણી હાલતુ નથી.સામાજીક કાયૅકરો અને વિપક્ષ દ્વારા સતત અવાજ ઉઠાવવા છતાં ઈજારદારોને જવાબદાર ઠેરવવાની પલાયન વાદી વૃત્તિથી શાસકો અને તંત્રની ઈજારદારો સાથેની મીલી ભગત હોવાનો ઘટના સ્થળે દોડી આવી દેખાવો કરનાર સામાજીક કાર્યકર અતલ ગામચીએ ખુલો આક્ષેપ કર્યો હતો આમ શહરમાં ઠેર ઠેર રસ્તાઓનું ઘોવાણ.ખાડાઓ અને ભુવાઓ પડી રહ્યા હોવાથી વડોદરાની સુરત બદસુરત થઈ જતાં લોકો પણ વડોદરાને ભુવાનરી કહી રહ્યા છે.પરંતુ તંત્ર અને શાસકો કુંભકણૅની નિદ્રામાં હોવાનું જણાઈ રહ્યું છે.