રિપોર્ટર:પાર્થિવ દરજી,શહેરા
શહેરા તાલુકાના જુના ધાયકા ગામ પાસે પસાર થતી પાનમની મુખ્ય કેનાલ પાણીથી છલકાઈ જતા પાણી ભરેલ કેનાલમાંથી હજારો લીટર પાણી કોતરમાં વહેતુ જોવા મળેલ હતુ. શહેરા તાલુકામાં આવેલ પાનમ જળાશય આધારિત મુખ્ય કેનાલ તાલુકાના જુના ધાયકા ગામ પાસેથી પસાર થતી હોય છે. આ કેનાલમાંથી ખેડૂતો સિંચાઇ માટે પાણી મેળવતા હોય છે. પાનમ વિભાગે ખેડૂતો ના ખેતી પાકને પાણી મળી રહે તે માટે પાનમની સિંચાઇ કેનાલમાં પાણી છોડવામાં આવી રહયુ છે. ધાયકા પાસે પસાર થતી પાનમ મુખ્ય કેનાલ પાણીથી છલકાઈ હતી, કેનાલ સંપૂર્ણ પાણી થી ભરાઈ જતા કોતરમાં હજારો લીટર પાણી છેલ્લા બે દિવસ ઉપરાંતના સમય થી કોતરમાં વહી રહયુ છે. પાનમ સિંચાઇ વિભાગની બેદરકારીને કારણે સિંચાઇ કેનાલમાંથી હજારો લીટર પાણીનો બગાડ થતો જોઈને ખેડૂતોમા આક્રોશ જોવા મળી રહ્યો છે.