રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા
રાજુલા શહેરમાં આજે કિસાન સંઘ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને મહત્વનાં પાંચ મુદ્દા ઉકેલવા માટે માંગણી કરવામાં આવી હતી. કિસાન સંઘના ધીરુભાઈ ધાખડા તેમજ વિનુભાઈ દુધાત સહિતના આગેવાનો દ્વારા રજૂઆત કરતાં જણાવવામાં આવ્યું હતું કે કિસાનોને આપવામાં આવતું વાર્ષિક ત્રણ લાખનું યાદ ઝીરો ટકા ધિરાણ ભરવાની મુદત ૩૧ સુધીની છે. તેને પુનઃ વર્ષ માટે ઓટો કન્વર્ઝન કરી આપવા તાત્કાલિક નિર્ણય કરવા માટે એક મા સુધારવામાં કિસાનોના હિતમાં યોગ્ય નિર્ણય કરવા માંગણી કરવામાં આવી હતી. હાલમાં ચાલી રહેલી કપાસ, ઘઉં, ચણાના ટેકાના ભાવે ખરીદી ઝડપી લાવી અને રજિસ્ટ્રેશન થયેલા ખેડૂતોનો માલ લેવા માટે જરૂર પડે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપી અને એમએ પ્લાન દ્વારા મંજૂરી આપવામાં ખેડૂતોના હિતમાં આ બાબતે પણ કાર્યવાહી થવી જરૂરી છે જેમાં ઘણાખરા મજૂરો ગ્રામ્ય વિસ્તારને પરત ફરેલા છે ત્યારે મનરેગા યોજનાને કૃષિ સાથે સંલગ્ન કરી તેને પણ રોજગારી આપવામાં આવે છે આથી બેરોજગારીની સમસ્યા રહે છે અને વર્તમાન સમયમાં ખેતીવાડી માટે ૧૪ કલાક થ્રી ફેઇઝ વીજળી આપવામાં તંત્ર યોગ્ય કાર્યવાહી કર્યા અને સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.