બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા
સ્થાનિક રહીશોની રજૂઆતો પણ ધ્યાન પર ન લેતા પાલીકા ના અધિકારી,કર્મચારીઓ ફક્ત અમુક ખાસ વિસ્તારો માજ ઘ્યાન આપતા હોવાની બુમ.
રાજપીપળા નગરપાલીકા માંથી હાલ ઘણા કર્મચારીઓ મહેકમ ના નામે છુટા કરાયા જોકે તેમાં પણ વહાલા દવલા ની નીતિ અપનાવી હોવાની બુમો સંભળાઈ છે જેમાં ખાસ કરી ડોર ટુ ડોર કચરો ઉઘરાવતા બહેનો શહેર માં ફરતા બંધ થતાં અનેક વિસ્તારો માં કચરા બાબતે બુમ ઉઠે છે જ્યારે સફાઈ કામદારો પણ ઓછા હોય ખાસ વિસ્તરો માં રોજિંદી સફાઈ થાય છે જ્યારે અમુક વિસ્તારો માં એક બે દિવસે થતા ગંદકી નું સામ્રાજ્ય જોવા મળે છે.વર્ષો થી કામ કરતા અને જરૂરી કર્મચારીઓ ને પણ છુટા કરી દેતા ઘણાં કામો ખોરંભે ચડ્યા હોય ત્યારે પાણી જેવી જીવન જરૂરી બાબતે પણ જો અધિકારી ધ્યાન ન આપે એ ગંભીર બાબત છે.
એક તરફ રાજપીપળા ના ઘણા વિસ્તરોમાં રહીશો પાણી,સફાઈ સહિત ની બાબતે ફરિયાદો કરે છે જ્યારે અમુક વિસ્તારોમાં આ તમામ સુવિધા નિયમિત મળતા એમ લાગી રહ્યું છે કે પાલીકામાં વહાલા દવલાની નીતિ થી કામગીરી થઈ રહી છે.શહેર માં અનેક જગ્યાઓ પર પાણી ની બુમ હોય ત્યારે બીજી તરફ સફેદ ટાવર નીચે લગાવેલા પાણીના વાલ્વ માંથી રોજનું હજારો લીટર પાણી બહાર નીકળતા માર્ગ ઉપર કે ગટર માં વહી જાય છે. ત્યારે સ્ટેટ વખત ની પાણી ની લાઈનોમાં વારંવાર ભંગાણ થતા લીકેજ ના કારણે ઓછા પ્રેસર થી પાણી આવવાની ફરિયાદ પણ સંભળાઈ છે સાથે આ લીકેજ માંથી સાપ ના કણ સહિત અન્ય કચરો પણ લોકો ના ઘર ના નળો માં જતા જોખમ ઉભું થાય છે.પાણી,સફાઈ સહિત ની ફરિયાદો બાબતે પાલીકા ના મુખ્ય અધિકારી સત્વરે પગલાં લે તેવી લોક માંગ ઉઠી છે.