રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર
આરએસવીપી પ્રોડક્શનની રશ્મિ રોકેટનું શુટીંગ હાલ ગુજરાતના ભુજમાં ચાલે છે જેમાં તાપસી પન્નુ , સુપ્રિયા પાઠક ચિરાગ વોરા જેવા જાજરમાન કલાકારો વચ્ચે ગુજરાતના ધારીની મૂળ વતની પ્રિયંકા પટેલ પણ પોતાના અભિનયના ઓજસ પાથરશે. પ્રિયંકા પટેલ નામ નવું છે પરંતુ જાણીતું પણ છે પ્રિયંકા પટેલ વિશે થોડું જાણીએ તો તેનો ચહેરો આબેહૂબ હિન્દી મુવીની રાધિકા આપ્ટે જેવો લાગે છે. તે મૂળ ગુજરાતના અમરેલી જિલ્લાના ધારી ગામની વતની છે. તે શિક્ષક માતા પિતાની સંતાન પ્રિયકા પોતે સોફ્ટવેર એજીનીયર છે. હાલ જામનગરમાં પોતાનો વ્યવસાય ધરાવે છે અભિનય તેનું ઝનૂન છે પોતાની કારકિર્દી દરમિયાન ઘણી એડ ફિલ્મ તેમજ ત્રણ શોર્ટ ફિલ્મ તેમની એક શોર્ટ ફિલ્મ ઓખામંડળ ગુજરાતના જાણીતા રાહુલ ભોલે સાથે કરી ચુકી છે. હાલમાં પ્રિયકા ચદ્રેશ ભટ્ટ નિમિત્ત ગૌરવ પાસવાન ઈશા કંસારા દીક્ષા જોશી સાથે એક ફિલ્મ કરી રહી છે. પંકજ ત્રીપાઠી, રાજકુમાર રાવ, વિદ્યાબાલન,, તેમના ફેવરીટ સ્ટાર છે. ભવિષ્યમાં હિન્દી પિકચર પણ કરવાની છે. તે પોતે પોતાની અભિનય જોરે જ આગળ આવવા માંગે છે. આ ક્ષેત્રમાં તેને ઘણા કડવા અનુભવ પણ થયા છે. પરંતુ તે પોતાની આવડત ના જોરે જ આ ક્ષેત્રમાં રહેવા માંગે છે. પોતે સોંરાષ્ટ્રના નાના ગામ ધારીમાંથી આવી ધીમી ગતિ એ પોતાની કારકિર્દી આગળ વધારે છે. તેનો તેને તો ગર્વ છે પણ બધા સોંરાષ્ટ્ર વાસી ને પણ ગર્વ છે. સોફ્ટવેર એજીનીયર, મોડેલ, અભિનેત્રી પ્રિયકા, “રોકેટ રશ્મિ “માં ચિરાગ વોરા સાથે એક સીનમાં જાજરમાન દેખાય છે. પ્રિયકા અભીનીત વીરલ રાચનું નાટક “અંતિમ અપરાધ” 200 શો થયેલ છે ચિત્રલેખા તરફ તેમને નવ જેટલા એવોડ પણ મળ્યા છે. જોગાનુજોગ પ્રિયકાનું ગુજરાતી મુવી અને હિન્દી મુવીનું ડેબ્યુ જાન્યુઆરીમાં જ થયું તે પણ એક સંજોગ જ છે. આપણે પ્રાથના કરીયે કે ગુજરાતી રાધિકા આપ્ટે(પ્રિયકા પટેલ) ખૂબ આગળ વધે. તેમજ ફિલ્મ ક્ષેત્રે પોતાનું નામ રોશન કરે..