રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
ગીર-સોમનાથ : સમગ્ર દેશ કોરોના સામે જંગ લડી રહ્યો છે. ગુજરાત સરકાર દ્વારા કોવિડ -૧૯ વાઇરસ સામે જંગ જીતવા અનેકવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. સરકારશ્રીના આરોગ્ય વિભાગ દ્વારા પણ કોરોનાનો સંક્રમણ અટકાવવા કટિબધ્ધતા સાથે કામ કરી રહ્યા છે. ગીર-સોમનાથ જિલ્લામા જિલ્લા કલેકટરશ્રી અજયપ્રકાશના રાહબારી હેઠળ આરોગ્ય તંત્ર સઘન કામાગીરી કરી રહ્યું છે. જેના પરીણામે આજે ગીર-સોમનાથ જિલ્લામાં વધુ ૨ દર્દીઓ કોરોના મુક્ત થતા રજા આપવામાં આવી છે.
કોડીનાર તાલુકાના મોરવડના રહેવાસી ગીતાબેન વિપુલભાઈ પરમાર (ઉ.વ.૩૬) અને તાલાળા તાલુકાના વિઠ્ઠલપુર ગામના રહેવાસી હિનાબેન શૈલેષભાઈ પરમાર (ઉ.વ.૨૯) મુંબઈથી આવતા કોરોના વાયરસનો રીપોર્ટ પોઝિટીવ આવતા સારવાર હેઠળ રાખવામાં આવેલ હતા. કોવીડ-૧૯ કેર સેન્ટર લીલાવંતી ભવન સોમનાથ ખાતેથી આજે આ બન્ને દર્દીઓ સ્વસ્થ થતા રજા આપવામાં આવી હતી. તેઓને એમ્બ્યુલન્સ દ્રારા તેમના ઘરે પહોચાડવામાં આવ્યા હતા. દર્દીઓને પોતાના આરોગ્યની સંભાળ લેવા સાથે માસ્ક અને સામાજીક અંતર રાખવા માટે આરોગ્ય વિભાગ દ્રારા જણાવાયું હતું.