રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
હળવદ તાલુકા માં છેલ્લા ઘણા સમય થી ગૌવંશો પર સતત હીંચકારા હુમલાઓ થઈ રહ્યા છે ત્યારે આજે ફરી એક વખત હળવદ તાલુકા ના રાયસંગપર પર ગામે નંદી પર હીંચકારો હુમલો થયો છે આ ઘટના ની જાણ સ્થાનિક જીવદયા પ્રેમી દ્વારા હળવદ શ્રી રામ ગૌશાળા ના સંચાલકો ને જાણ કરાતા ગૌ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે રવાના થઈ ગયેલ છે અને હળવદ પોલીસ સ્ટેશન ના પી.આઈ ને જાણ કરાતા હળવદ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે જવા રવાના થયેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા માથક ગામમાં ગૌવંશ પર ઉમલો કરનાર વિરુદ્ધ કડક માં કડક પાસા હેઠળ કાર્યવાહી કરી હોય તેમ છતાં અસામાજિક તત્વો નિર્દયતા પૂર્વક હુમલાઓ કરી રહ્યા છે ત્યારે આ ઘટના ના આરોપીઓ ને પકડી પાડી તંત્ર ઘટતી કાર્યવાહી કરે તેવી જીવદયા પ્રેમીઓની લાગણી અને માંગણી છે.