રિપોર્ટર: નિમેષ સોની, ડભોઇ
ડભોઇ શહેરમાં દિવસેને દિવસે પોલીસ કર્મીઓનો પ્રજા પ્રત્યે દમણ વધવાના બનાવો સામે આવ્યા છે. કડીયાવાડ નાની મસ્જિદ પાસે એક મૈયત થયું હોવાથી ફળિયાના લોકો મૈયત થયેલ કુટુંબીજનોને મદદરૂપ થવાના આશયથી પોતાના ઓટલા ઉપર બેઠા હતા. તેજ સમયે એક પોલીસકર્મી વિજયસિંહ ચંદ્રસિંહ જેઓ પીધેલી હાલતમાં નશામાં ચકચૂર થઈ અને પોતાની વર્દીનો મોભો બતાવવા તે સમયે ઓટલા ઉપર બેઠેલા ફલીમભાઈ સલીમભાઈ વાણીયા વાલા અને તેમના કુટુંબના સભ્યો પોતાના ઘરના ઓટલા ઉપર જ બેઠા હતા અને આ પોલીસ કર્મી વિજયસિંહ ત્યાં આવી પહોંચીને તમે માસ્ક કેમ બાંધ્યું નથી ? તમે ઓટલા પર શું કામ બેઠા છો ? જેવા પ્રશ્નોત્તર કરીને પોતાની વર્ધીનો રૂવાબ છાંટતા ભીમત્સ ગાળો ભાંડી રહ્યા હતા. પોતાના ફળિયામાં મૈયત થયું હતું માટે આડોશી-પાડોશી એકત્રિત થતા હોય છે. પરંતુ આ પોલીસ કર્મી માનવતાને નેવે મૂકીને મૈયત થયેલા કુટુંબીજનોને મદદરૂપ થવાની જગ્યાએ પોતાનો મોભો બતાવવા આવી પહોંચેલ વિજયસિંહ ચંદ્રસિંહ જેઓ ડભોઇ પોલીસ સ્ટેશનમાં પોતાની ફરજ બજાવી રહ્યા છે અને આ નશામાં ચકચૂર પોલીસ કર્મી ને પાઠ ભણાવવા માટે ફલીમભાઈ સલીમભાઈ વાણીયાવાલા એ આજરોજ આ પોલીસ પોલીસ કર્મી વિરુધ્ધ ફરિયાદ નોંધાવી પોલીસ તંત્ર પાસે પોતાને થયેલા અન્યાય વિરુદ્ધ ન્યાય મેળવવા ફરિયાદ નોંધાવી હતી.આમ નગરમાં આવા પોલીસ કર્મીઓના ત્રાસથી વધી રહેલું દમણ બંધ થવું જોઈએ અને સામાન્ય જનતાને હેરાન પરેશાન થતી અટકાવવી જોઈએ.જ્યારે ડભોઇ રેલવે સ્ટેશનની બિલ્ડિંગનું ઉદઘાટન હતું ત્યારે અસંખ્ય લોકો અને સત્તાધી કર્મીઓ પણ માસ્ક વગર ઉમટી પડ્યા હતા. ત્યારે આજ પોલીસ કર્મીઓનું ધ્યાન ન હતું ? બીજી તરફ શિનોર ચોકડી પાસે છેલ્લા કેટલાય દિવસોથી આ પોલીસ તંત્રના કર્મીઓ સામાન્ય વાહનચાલકોને રોકીને હેરાન કરતા જોવા મળ્યા છે. તો આ કાયદો સામાન્ય પ્રજા માટે જ છે?