કાલોલ તાલુકાના ની ગોમાં નદી સુરેલી થી માંડી સમગ્ર કાલોલ તાલુકા માં બેફામ ચાલતું રેતી માટી નું ખનન દેલોલ પંથક માં આવેલ ગોમા નદી માં થી લોકો ની જીવા દોરી સમાન ગોમા નદી ને આ મફીઓ એ રીતે લૂંટી છે કે આવે પાણી ના સ્તર પણ રહ્યા નથી.
સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે આ જે દેલોલ્ ગોમા નદી માં થી રેતી નું ગેરકાયદેસર ખનન કરી હિંમત પૂરા પાસે આવેલ રેતી પ્લાન્ટ માં નાખી અને સ્ટોક કરી ને ગેરકાયદેસર રેતી નો વેપાર નો વેપલો કરતા હોય છે અને કાલોલ નગર માં પણ અનેક બિલ્ડરો પણ આજ રોયલ્ટી વગર ની રેતી – માટી – કપચી નાખવી સરકારી તિજોરી ને નુકસાન પોહચડી પોતાની તિજોરી ઓ ભરતા હોઈ છે જો સરકારી અધિકારીઓ કે ઈચ્છા હોય તો આવા બિલ્ડરો ના ત્યાં દરોડા પાડી રોયલ્ટી ચેક કરવા માં આવે તો મોટા પાયા નું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ છે.
શું આ પ્લાન્ટ મંજૂરી સાથે ચાલે છે ?.. રેતીના સ્ટોક ની રોયલ્ટી હોય છે કે કેમ એ તાપસ નો વિષય.
કાલોલ તાલુકાના ની ગોમાં નદી જાણે ખનિજ માફિયા ઓ માટે આશીર્વાદ રૂપ હોય તેમ વર્ષો થી આ ખનિજ માફીઓ કોઈ પણ પ્રકાર નો ડર રાખ્યા વગર ખુલ્લે આમ ખાન ખનિજ વિભાગ તેમજ સરકારી તંત્ર ને પડકાર ફેંકી કરોડો રૂપિયા નું ખનિજ ધન સરેઆમ આ સરકારી બાબુ ઓ ની મિલી ભગત થી લૂંટી રહ્યા છે સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે આ ખનિજ માફીઓ નું વોટ્સ એપ ગ્રૂપ ના નેટવર્ક ચલાવી કોણ અધિકારી ક્યારે ઓફિસ માં થી નીકળે છે ક્યાં જાય છે કઈ ગાડી માં જાય છે ક્યાં કલર ના કપડાં પેર્યા છે ગાડી કયા જશે સાથે ની પ્રોપર માહિતી ની આપલે થતી હોય છે અને આ તમામ માહિતી થી આ અધિકારીઓ મહિતગાર પણ હોય છે પરંતુ કેહવાય છે ને કે દંડો ખાલી દેખાવ માટે હોય છે મારવા માટે નહિ એજ રીતે આ ખાન ખનિજ વિભાગ ના અધિકારીઓ પણ જાણે આ ખનિજ માફિયા સાથે સાઠગાંઠ હોય છે.
પંચમહાલ ખાન ખનિજ વિભાગ ના અધિકારીઓના નાક નીચે જેસીબી મશીન અને આશરે ૧૫ ૧૭ ટ્રેકટરો દ્વારા સૂર્યાસ્ત પછી સરકારી ખજાના સમાન રેતી માટી નું ખનન કરતા હોય છે અને જાગૃત નાગરિક દ્વારા આ પંચમહાલ જિલ્લા ખાન ખનિજ ના અધિકારી પૃથ્વીરાજ ભાઈ ને સતત ફોન કરવા છતાં ફોન ઉઠયા ન હતા.
શું આ માટી રેતી નું ગેરકાયદેસર ખનન આ ખાન ખનિજ ના અધિકારીઓ અટકાવી સક્સે કે કેમ એ જોવાનું રહ્યું કેમ કે આજ ખનિજ માફિઓ ની ચર્ચા પ્રમાણે સરકારી તિજોરી ભરવા સિવાય પોતાની તિજોરી ભરવા માં વધારે રસ ધરાવતા હોય છે તેથી આવા રેતી માટી ખનન ચોરો ને ખુલ્લો દોર મળી ગયો છે અને તેઓ કે કોઈ કો ડર રહો નથી.