રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
હળવદ ગામે આવેલ શ્રી સ્વામિનારાયણ ટાવરવાળું મંદિર ખાતે દિવ્ય મહોત્સવ તેમજ અલૌકિક શાકોત્સવ અંતર્ગત મહોત્સવ ઉજવાયો હતો. જેમાં સ્વામીનારાયણના સંતો – મહંતો દ્વારા પ્રવચન આપી સત્સંગવાણી પીરસી હતી. તો સાથો સાથ હરિભકતોને રણજીગઠ ના સાસ્તી ભક્તિનંદન સ્વામી અમૃતરસ પીરસ્યું હતું. હળવદમાં શાકોત્સવ પ્રસંગે બહોળી સંખ્યામાં હરિભકતો ઉમટી પડયા હતા અને પ્રસાદનો લાભ લીધો હતો.
હળવદ ગામે સ્વામિનારાયણ મંદિરે દિવ્ય અલૌકિક શાકોત્સવ ઉજવાયો હતો.હળવદ ગામે ભગવાન સ્વામીનારાયણ મંદિરને મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. હળવદ ગામે યોજાયેલ ભકિતમય દિવ્ય પ્રસંગે કુશ વલ્લવ સ્વામી,શ્રીજી સ્વરૂપ સ્વામી,ધર્મ વલ્લવ સ્વામી,દિવ્ય સ્વરૂપ સ્વામી બદ્મ દર્શન સ્વામી,નીલકંઠસ્વરૂપ સ્વામી,હરિ ભકતોને,નારીભકત હાજર રહ્યા હતા આ ઉશવમાં ચરિત્રામૃત, પરાવાણી વચનામૃત, સંત ચરિત્રામૃત, શ્રીજી ચરિત્રામૃતનું રાત્રીય પંચામૃત કથાનું અમૃતરસ પીરસ્યું હતું. આ શાકોત્સવ પ્રસંગે 18 મણ રીંગણાના શાકનું વધાર સ્વામી,સંતોના હસ્તે કરવામાં આવ્યું છે અને આ મહાપ્રસાદમાં બાજરોનો રોટલો, ખીચડી, મીઠાઈઓની વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી. શ્રી સ્વામિનારાયણ હળવદ ટાવર વાળું મંદિર દ્વારા આયોજિત આ શાકોત્સવ મહોત્સવમાં બે હજાર થી વધુ હરિભકતોએ પ્રસાદનો લાભ લીધો હતો. ભાવિક ભકતોનો ઘોડાપુર ઉમટયું હતું.સંતો હરિભક્તો એ જહેમત ઉઠાવી હતી.